



BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, હિંમતનગર દ્વારા આયોજિત મહાવીરનગર વિસ્તારના મોદી ગ્રાઉન્ડમાં ચાર દિવસીય પારાયણ “માનવ ઉત્કર્ષ મહોત્સવ” ના દ્વિતીય દિવસ તા. ૯-૫-૨૦૨૫, શુક્રવારના રોજ BAPS ના વિદ્વાન અને આંતરરાષ્ટ્રીય વક્તા સંત પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ “My Life, Happy Life” વિષય હેઠળ “મિલે સૂર મેરા તુમ્હારા” અંતર્ગત પારિવારિક મૂલ્યો, સહનશીલતા અને સંપ-સુહૃદભાવ-એકતા વિશે ખૂબ જ પ્રેરક અને અસરકારક વક્તવ્યનો લાભ આપ્યો. પારાયણની શરૂઆતમાં યુવાનો દ્વારા ધૂન-કીર્તન અને ત્યારબાદ બાળકો દ્વારા મહાપૂજાવિધિ કરાવવામાં આવી. પારાયણ નો લાભ પ્રાપ્ત કરવા શ્રી બલવંતસિંહ રાજપુત સાહેબ ડેપ્યુટી કલેક્ટરશ્રી હિંમતનગર,
અશ્વિનભાઈ કોટવાલ પૂર્વ ધારાસભ્યશ્રી ખેડબ્રહ્મા- પોશીના,
હિતેશભાઈ પટેલ મહામંત્રીશ્રી સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાત પ્રદેશ તથા અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. મહાનુભાવોએ પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીને હાર પહેરાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા. પારાયણમાં સુંદર બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી અને સાથે બુકસ્ટોર, પ્રદર્શન અને પ્રેમવતી ઉપહારગૃહના વિશિષ્ટ આયોજનનો હજારો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો.
