fbpx

પ્રાંતિજ સહિત તાલુકામા મા દશામાં ના વ્રત નો પ્રારંભ  

Spread the love

પ્રાંતિજ સહિત તાલુકામા મા દશામાં ના વ્રત નો પ્રારંભ  
– પ્રાંતિજ દશામા ના મંદિર ની ૨૫ મુ રજતજયંતિ વર્ષ ની ઉજવણી
– દશામાં ના મંદિર ખાતે હોમ-હવન નુ આયોજન કરવામા આવ્યુ હતુ
– ધજારોહન કાર્યક્રમ પણ યોજાયો
– માઇ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા  
                     


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના માર્કડેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ શ્રી દશામાં ના મંદિર ખાતે માં દશામા ના વ્રત ને લઈ ને હોમ-હવન નુ આયોજન કરવામા આવ્યુ હતુ


    પ્રાંતિજ સહિત તાલુકામા મા દશામા ના વ્રત નો ૪|૮|૨૦૨૪ ને રવિવાર થી પ્રારંભ થયો છે તો પ્રાંતિજ નેશનલ હાઇવે આઠ માર્કડેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ માં દશામા ના મંદિર ખાતે પણ હોમ હવન નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા દરવર્ષ ની જેમ આ વર્ષે પણ મંદિર પરિસદ મા દશામા ના વ્રત ની ઊજવણી કરવામા આવશે તો મંદિર ખાતે હોમ હવનમા શ્રીફળ હોમયા બાદ મંદિર ના શિખર ઉપર નવિન ધજા ચઢાવવામા આવી હતી તો ભૈરવનાથ મંદિર ખાતે અશોકભાઇ ચીમનલાલ  બ્રહ્મભટ્ટ તથા તેમના ધર્મ પત્ની  તથા પરિવાર દ્રારા હવન નો લાભ લીધો હતો તો દશામા ના મંદિર ખાતે ઉત્પન કુમાર શૈલેષભાઈ પટેલ તથા તેમના ધર્મ પત્નીએ હવન નો લાભ લીધો હતો તો પ્રકાશભાઇ શાસ્ત્રી તથા પરેશભાઇ શાસ્ત્રી દ્રારા શાસ્ત્રોક્ત વિધિ દ્રારા પુજા કરવાવવમા આવી હતી તો મંદિર વ્યવસ્થાપક નિત્યાનંદભાઇ બ્રહ્મભટ્ટ  દ્રારા વ્રત નો પ્રારંભ થતા વ્રત કરતી બહેનોને શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવી હતી તો દરવર્ષ ની જેમ આ વર્ષે પણ દશામા ના મંદિર ખાતે આવર્ષે પણ સુંદર વ્યવસ્થા કરવામા આવી છે જેમા અન્નકુટ , હવન સહિત રાત્રી દરમ્યાન રાસ ગરબા સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે તો ૩૧|૭|૨૦૦૦ મા દશામા મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો અને આ વર્ષે દશામા મંદિર ને ૨૫ વર્ષ થતા ૨૫ મુ રજતજયંતિ વર્ષ ની ઉજવણી કરવામા આવી રહી છે

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!