પ્રાંતિજ સહજાનંદ સ્કુલ ઓફ એચિવર ખાતે મોન્સૂન ડે ની ઉજવણી કરવામા આવી
– ભુલકાઓએ રીયલ મોન્સૂન ડે વિશે પેકટીકલ રીતે માહિતગાર કર્યા
– મેધ ધનુષ્ય , વાદળો , મોર , દેડકા સહિત ની સમજણ આપી
– કાગળની નાવ બનાવી ભુલકાઓ રમતા જોવા મલ્યા
– વરસાદ મા ભુલકાઓ છત્રીઓ સાથે છત્રી ડાન્સ ની મજા માણી
– સ્કુલ દ્રારા સુંદર આયોજન કરવામા કરવામા આવ્યુ
– વરસાદ મા મકાઈ ડોડા ખાઇ વરસાદ ની મજા માણી
– વેશભુષા સહિત ના મોન્સૂન કાર્યક્રમો યોજાયા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ સહજાનંદ સ્કુલ ઓફ એચિવર ખાતે મોન્સૂન ડે ની ઉજવણી કરવામા આવી જેમા ભુલકાઓએ છત્રી ડાન્સ , કાગળ ની નાવ બનાવી , મકાઈ ડોડા ખાઇ મોન્સૂન ની મજા માણી
પ્રાંતિજ નાનીભાગોળ વિસ્તાર માં આવેલ સહજાનંદ સ્કુલ ઓફ એચિવર પ્રાંતિજ ખાતે સ્કુલ દ્રારા સ્કુલ ના ભુલકાઓને મોન્સૂન વિશે વિસ્તૃત માર્ગદર્શન મળી રહે તે માટે આબેહૂબ પ્રેટીકલ રીતે મોન્સૂન ડે ની સ્કુલ ના ભુલકાઓ સાથે સ્કુલ ની શિક્ષિકા દ્રારા વેશભુષા છત્રીઓ સાથે મોન્સૂન ડાન્સ ની મજા કરાવી હતી તો સાથે-સાથે મોર તથા દેડકા , વાદળ , મેધ ધનુષ્ય વિષે પણ ભુલકાઓને વિસ્તૃત માર્ગદર્શન આપ્યુ હતુ તો ભુલકાઓએ વરસાદ ની મજા સાથે મકાન ડોડા ખાઇ વરસાદ મા વરસાદી પાણી મા કાગળ ની નાવો બનાવી ને અનેરો આનંદ વ્યક્ત કર્યો હતો તો સહજાનંદ સ્કુલ ઓફ એચિવર પ્રાંતિજ શાળાના શિક્ષિકા હિરલબેન સોની દ્રારા સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ તો બાળકો એ રીયલ મોન્સૂન ડે ની પ્રેટીકલ રીતે માહિતી મેળવી વર્ષા ઋતુ નો અલ્હદ આનંદ માણ્યો હતો
જીલ રાવલ પ્રાંતિજ