fbpx

સાઉથ સિનેમાથી કેમ પાછળ થઇ રહ્યું છે બોલિવુડ? અલ્લૂ અર્જૂને જણાવ્યું કારણ

Spread the love

વર્ષ 2024માં તેલુગુ ફિલ્મો બોક્સ ઓફિસ પર હિન્દી ફિલ્મોથી સારું પ્રદર્શન કરી રહી છે. જવાન, ગદર અને એનિમલ જેવી સુપરહિટ ફિલ્મોની મદદથી બોલિવુડ વર્ષ 2023માં બહાર આવવામાં સફળ રહ્યું. જો કે, Kalki 2898 AD બાદ સાઉથ સિનેમા હાવી થઇ છે, જે હિન્દી બેલ્ટમાં વર્ષની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની ગઇ છે. ફિલ્મ મેકર નિખિલ અડવાણીએ હવે તેલુગુ સુપરસ્ટાર અલ્લૂ અર્જૂનનો નજરિયો રજૂ કર્યો છે, જે પોતાની 2021ની બ્લોકબસ્ટર ‘પુષ્પા: ધ રાઇઝ’થી દેશભરમાં પ્રસિદ્ધ થઇ ચૂક્યો હતો.

નિખિલ અડવાણીએ ગલટ્ટા પ્લસને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, અલ્લૂ અર્જૂને એક વખત એક ગંભીર મુદ્દા તરફ સંકેત આપ્યા હતા, જેને તે આજે બોલિવુડમાં જુએ છે. તેણે અલ્લૂ અર્જૂનના સંદર્ભે કહ્યું કે, તમે બધા હીરો બનાવવાના ભૂલી ગયા છો. નિખિલે અલ્લૂ અર્જૂનના નજરિયાને વિસ્તારથી સમજાવ્યો. તેણે કહ્યું કે, સાઉથની ફિલ્મોએ સિંચાઇ જેવા ગંભીર વિષય પર કહાની કહેતા હિરોગિરી બનાવી છે. સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી એવા ટૉપિકને શાનદાર એક્શન અને હિરોગિરી સાથે રજૂ કરે છે, જે દર્શકોને ખૂબ પસંદ આવ્યા છે.

નિખિલે કહ્યું કે, દરેક સાઉથ સિનેમાને પૌરાણિક કથાઓ સાથે જોડીને જુએ છે, પરંતુ તેઓ પોતાની ફિલ્મોમાં મૂળ સંવેદનાને બનાવી રાખે છે. જો તેઓ જળ સિંચાઇ પર ફિલ્મ બનાવે છે તો તેઓ તેને શાનદાર એક્શન, હિરોગિરીની અવિશ્વસનીય પળોથી ભરી દે છે. બોલિવુડના ઇતિહાસને ખંગાળતા નિખિલે કાલિયા અને કુલી જેવી શાનદાર ફિલ્મોનો ઉલ્લેખ કર્યો. જ્યાં અમિતાભ બચ્ચનના રોલમાં હિરોગિરીથી દિલ જીતી લીધું હતું. તેમણે કભી હા કભી ના’માં શાહરુખ ખાનના રોલનો પણ ઉલ્લેખ કર્યો, જે હિરોગિરીની ભાવના રજૂ કરે છે જે આજની ઘણી ફિલ્મોમાં ગાયબ છે.

રસપ્રદ વાત એ છે કે અલ્લૂ અર્જૂને જૂના ઇન્ટરવ્યૂમાં બોલિવુડના વખાણ કર્યા હતા. તેણે એ વાત પર ભાર આપ્યો હતો કે અલગ અલગ ઇન્ડસ્ટ્રીના એક્ટર્સ એક બીજાનું સન્માન કરે છે. તેણે સાઉથ સિનેમા પર બોલિવુડની અસર માની અને કહ્યું કે, બોલિવુડ ભલે આજે પડકારોનો સામનો કરી રહ્યું છે, પરંતુ છેલ્લા 6 દશકો કરતા વધારે સમયથી શાનદાર સિનેમાનું નિર્માણ થયું છે.

error: Content is protected !!