fbpx

સાબરકાંઠા-અરવલ્લી સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા દ્રારા કેન્દ્રીય માર્ગ મંત્રી ને મળીને લેખિત તથા મૌખિક રજુઆત કરી

Spread the love

કેન્દ્રીય માર્ગ મંત્રીને મળીને લોકોના પ્રશ્નોનો હલ લાવવા રજુઆત

સાબરકાંઠા-અરવલ્લી સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા દ્રારા કેન્દ્રીય માર્ગ મંત્રી ને મળીને લેખિત તથા મૌખિક રજુઆત કરી
– શામળાજી થી ચિલોડા સુધી સિક્સ લેન હાઇવે ની નબળી કામની રજુઆત કરી
– નબળા કામથી વાહન ચાલકો ને પડતી મુશ્કેલીઓ દુર કરવા રજુઆત
– ઓવરબ્રિજ ની નબળી કામગીરી ને લઈ ને રજુઆત કરી
– તાત્કાલિક સર્વિસ રોડ અધુરા ઓવરબ્રિજો નુ કામ ચાલુ કરવા રજુઆત
               


સાબરકાંઠા-અરવલ્લી સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા એ ચિલોડાથી શામળાજી સુધીના સિક્સ લેન હાઇવે ની નબળા કામને લઈને  કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નિતીન ગડકરીને રૂબરૂ મળી લેખિત તથા મૌખિક રજુઆતો કરી


શામળાજી થી હિંમતનગર તેમજ ચિલોડા ને જોડતા નેશનલ હાઇવે ૪૮ નું કામ છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહ્યું છે જોકે હજુ તેનો નિવેડો આવતો નથી હાઈવે ઉપરાંત સર્વિસ રોડ તેમજ બ્રિજ ના કામ અધૂરા રહેતા વાહન ચાલકોથી લઈ લોકો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે તાજેતરમાં સાબરકાંઠા લોકસભા સાંસદ શોભનાબેન બારૈયા એ કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી સાથે મુલાકાત કરી હતી અને નેશનલ હાઇવે-૪૮ નું બાકી કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી નેશનલ હાઈવે -૪૮ ના અધૂરા સર્વિસ રોડ ના કામ માટે મંત્રીએ રૂપિયા ૪૫૬.૯૩ કરોડ ની ફાળવણી કરી હતી અને અધિકારીઓને તાત્કાલિક સૂચના આપી હતી કે યુદ્ધના ધોરણે જે કામ બાકી છે તે પૂરું કરવામાં આવે. સાંસદે જણાવ્યું કે આ હાઈવે નું કામ વર્ષ ૨૦૧૮ થી ચાલુ હોવા છતાં આજદિન સુધી આ કામ પૂરું કરવામાં આવ્યું નથી આ હાઇવે પર શામળાજી થી ચિલોડા સુધીના માર્ગ ઉપર ૨૫ જેટલા ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે અને તેમાં કોન્ટ્રાક્ટરો દ્વારા હલકી ગુણવત્તા નું કામ કરવામાં આવતા ચોમાસામાં આવા બ્રિજો ભંગાર થઈ ગયા છેજેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી સહન કરવી પડી રહી છે બ્રીજોની સાઈડ દિવાલો ગમે ત્યારે પડી જાય તેવી હલકી બનાવવામાં આવી છે તેના કારણે અકસ્માતનો ભય જોવા મળી રહ્યો છે આ અગાઉ જે બ્રિજ બનાવવામાં આવ્યા હતા તેના ઉપરના ભાગે માટીકામ કરી અને ડામર રોડ બનાવવામાં આવેલ છે જે રોડ ચોમાસાની સિઝનમાં વારંવાર બેસી જાય છે આ ઉપરાંત ગામ તેમજ શહેરની વચ્ચેથી પસાર થતાં બ્રીજોની આજુબાજુ સર્વિસ રોડ બનાવવામાં આવ્યા નથી જેના કારણે લોકોને ભારે મુશ્કેલી સહન કરવી પડી રહી છે

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!