ત્રણ કિલોમીટર સુધી ચક્કાજામ
પ્રાંતિજ ત્રણ રસ્તા ખાતે બીજા દિવસે પણ નેશનલ હાઇવે ચક્કાજામ કરવામા આવ્યો
– રહીશો , વાહનચાલકો તથા સામાજિક કાર્યકર દ્રારા નેશનલ હાઇવે-૪૮ ચક્કાજામ કર્યો
– ત્રણ કિલોમીટર કમાલપુર સુધી ચક્કાજામ થયુ
– સામાજિક કાર્યકર અનીલ પટેલ રોડ વચ્ચોવચ ખાટલો નાખી ને બેસીગયા
– એનક વાહન ચાલકો ચક્કાજામ મા અટવાયા
– પ્રાંતિજ પોલીસ દ્રારા સામાજિક કાર્યકર અનીલ પટેલ ની ખાટલા સાથે અટકાયત કરી
– ખાડાખડીયા વાળા રસ્તાને લઈ ને તથા ડસ્ટ ઉડવાને લઈ ને બે દિવસ થી નેશનલ ઉપર ચક્કાજામ થાય છે
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે બીજા દિવસે પણ ખાડા ખડીયા વાળો રસ્તો અને ડસ્ટ ઉડવાને લઈ ને રહીશો , વાહન ચાલકો તથા સામાજિક કાર્યકર દ્રારા નેશનલ હાઇવે ઉપર ચક્કાજામ કરવામા આવ્યુ હતુ તો સામાજિક કાર્યકર રસ્તા વચ્ચે ખાટલો નાંખીને સુઇ જતા પ્રાંતિજ પોલીસ દ્રારા સામાજિક કાર્યકર ની ખાટલા સાથે અટકાયત કરી હતી
પ્રાંતિજ ત્રણ રસ્તા પાસે ખોરંભે પડેલ ઓવરબ્રીજ અને તેની આજુબાજુમા આવેલ સર્વિસ રોડ ઉપર ખાડાઓ પડતા અને સર્વિસ રોડ ઉપર થી રોજના હજારો વાહનો રાત્ર-દિવસ પ્રસાર થતા ડસ્ટ ઉડવાને લઈ ને રહીશો તથા રોજીદુ અવરજવર કરતા વાહન ચાલકો રીક્ષા ચાલકો તથા સામાજિક કાર્યકર અનીલ પટેલ દ્રારા આજે બીજા દિવસે પણ અમદાવાદ-હિંમતનગર , હિંમતનગર તરફ જતો નેશનલ હાઇવે-૪૮ ઉપર ચક્કાજામ કરવામા આવ્યુ હતુ તો સામાજિક કાર્યકર અનીલ પટેલ તો ખાટલો લઈ આવી નેશનલ હાઇવે-૪૮ ઉપર રસ્તા વચ્ચે ખાટલો ઢાળીને તેની ઉપર સુઇ ગયા હતા અને ખાડા ખડીયા વાળા રસ્તાનો વિરોધ કરતા જોવા મલ્યા હતા તો બીજા દિવસે પણ નેશનલ હાઇવે ઉપર ચક્કાજામ થતા હાઇવે ઉપર થી પ્રસાર થઈ રહેલ અનેક વાહન ચાલકો ટ્રાફિક મા અટવાયા હતા તો ચક્કાજામ થતા પ્રાંતિજ ત્રણ રસ્તા થી ત્રણ કિલોમીટર કમાલપુર સુધી વાહનોની લાંબી લાબી કતારો જોવા મળી હતી તો પ્રાંતિજ પોલીસ ને જાણ થતા પ્રાંતિજ પોલીસ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી હતી અને વિરોધ કરી રહેલ રહીશો તથા વાહન ચાલકો ને શાન્ત પાડયા હતા તો રસ્તા વચ્ચોવચ ખાટલો ઢાળી ને ખાટલા મા સુઇ ગયેલ વિરોધ કરી રહેલ સામાજિક કાર્યકર અનીલ પટેલ ની ખાટા સાથે અટકાયત કરી હતી અને ત્રણ કિલોમીટર સુધી થયેલ ટ્રાફિક દુર કર્યો હતો તો ચક્કાજામ મા અનેક નાના મોટા વાહન ચાલકો અટવાયા હતા તો વાહન ચાલકો તગડો તોલટેકક્ષ ભરતા હોવા છતાંય ખાડા ખડીયા વાળો નેશનલ હાઇવે હોય તેવોમા પણ હાલતો રોષ જોવા મળી રહ્યો છે ત્યારે છેલ્લા બે દિવસ થી પ્રાંતિજ ત્રણ રસ્તા પાસે ચક્કાજામ કરવામા આવી રહ્યુ છે પણ જવાબદાર તંત્ર તથા હાઇવે ઓથોરિટી દ્રારા જાણે પેટનુ પાણી પણ હલતુ ના હોય તેમ હાલતો લાગી રહ્યુ છે ત્યારે હવે જોવુ એ રહ્યુ કે આટલેથી અટકશે કે હજુ રહીશો વાહન ચાલકો ને હેટ્રિક મારવી પડશે રસ્તા ઉપર આવવુ પડશે એ તો હવે જોવુ રહ્યુ
જીલ રાવલ પ્રાંતિજ