ભારતીય ટીમને શ્રીલંકન ટીમ સામે 3 મેચોની વન-ડે સીરિઝમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. શ્રીલંકાએ કોઇ પણ મેચ ગુમાવ્યા વિના ભારતને શરમજનક રીતે હરાવી દીધું છે. 1997 બાદ પહેલી વખત શ્રીલંકાએ કોઇ વન-ડે સીરિઝમાં ભારતીય ટીમને હરાવી છે અને તેનાથી ખબર પડે છે કે ભારતનું પ્રદર્શન કેટલું ખરાબ રહ્યું. કોચ તરીકે ગૌતમ ગંભીર માટે પહેલી જ સીરિઝ સારી સાબિત ન થઇ. ભારતીય ટીમને મળેલી હાર બાદ ગૌતમ ગંભીર પર ઘણા સવાલ ઉઠી રહ્યા છે. આ હાર માટે તેમની રણનીતિ પર ખૂબ સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. અમે તમને ગંભીરના એ 3 મોટા નિર્ણય બતાવીએ છીએ જેના કારણે ભારતીય ટીમને સીરિઝમાં હારનો સામનો કરવો પડ્યો.
- સૂર્યકુમાર અને ચહલ જેવા ખેલાડીઓને નજરઅંદાજ કરવા
આ સીરિઝમાં સૂર્યકુમાર યાદવ અને યુઝવેન્દ્ર ચહલને અવસર આપવામાં આવ્યો નહોતો. જો ચહલ આ પ્રકારના સ્પિનિંગ ટ્રેક પર બોલિંગ કરતો તો ખૂબ મદદગાર સાબિત થઇ શકતો હતો. જ્યારે પોતાના સ્વીપ શૉટ માટે જાણીતો સૂર્યકુમાર યાદવ અહીની કન્ડિશન્સમાં બેટિંગ માટે વધુ અનુકૂળ રહેતો. સ્પિનર્સ સામે સ્વીપ શૉટ જ સારો વિકલ્પ હોય છે અને સૂર્યકુમાર યાદવ તેમાં માહિર છે.
- પ્લેઇંગ ઇલેવનની પસંદગીમાં ભૂલ:
ગંભીરે પ્લેઇંગ ઇલેવનની પસંદગીમાં ખૂબ ભૂલો કરી હતી. તેઓ ઓપનર શુભમન ગિલનું કોઇ રિપ્લેસમેન્ટ લઇને ગયા નહોતા અને આ કારણે તેને ત્રણેય મેચમાં રમાડવો પડ્યો અને દરેક વખત તે ફ્લોપ રહ્યો. જ્યારે રિયાન પરાગને પહેલી 2 મેચમાં રમાડવામાં આવ્યો નહોતો. સ્પિન કન્ડિશન્સને જોતા તેની ટીમમાં જગ્યા બનતી હતી. આ વસ્તુ પણ ભારતીય ટીમને ભારે પડી ગઇ.
- બેટિંગ ક્રમમાં ઘણો બધો બદલાવ
ગંભીરે સૌથી મોટી ભૂલ એ કરી કે આ સીરિઝમાં ઘણા બધા પ્રયોગ કર્યા. તેણે અક્ષર પટેલ અને વૉશિંગટન સુંદર જેવા ઓલરાઉન્ડર્સને બેટિંગ ઓર્ડરમાં પ્રમોટ કર્યા. જ્યારે કેએલ રાહુલ અને શ્રેયસ ઐય્યરને નીચેના ઓર્ડરમાં રમવા મોકલ્યા. આ કારણે ભારતીય બેટિંગ લાઇનઅપ વિખેરાઇ જેવી ગઇ અને સેટલ ન થઇ શકી. ટીમની હારનું આ કારણ ખૂબ મોટું રહ્યું.