શેર બજારમાં એક સ્ટોકે શાનદાર રિટર્ન આપ્યું છે. થોડા જ સમયમાં રોકાણકારોને લાખો રૂપિયાનો નફો કરાવ્યો છે. આ શેર ગોદાવરી પાવર ઇસ્પાતના છે. જેણે છેલ્લા 5 વર્ષોમાં રોકાણકારોને 1200 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. આ કંપનીનો શેર 2020મા 48 રૂપિયા પર હતો, જે અત્યારે 8 ઑગસ્ટ 2024ના રોજ 1166 પર પહોંચી ગયો છે. જો આ હિસાબે જોવા જઇએ તો 5 વર્ષ અગાઉ સ્ટોકમાં રોકાણ કરેલા 1 લાખ રૂપિયા આજે 12 લાખ રૂપિયામાં બદલાઇ જતા. તેની તુલનામાં સેન્સેક્સમાં 3 વર્ષમાં 45.86 ટકા ચઢ્યા છે.
ગોદાવરી પાવરના શેર BSE પર 1.5 ટકા વધીને 1166 પર પહોંચી ગયા હતા. અગાઉ BSE પર શેર 1148.70 રૂપિયાના પાછલા બંધની તુલનામાં 1158.65 રૂપિયા પર ખૂલ્યા હતા. સ્ટીલ અને વીજ નિર્માતાના શર્મા એક વર્ષ દરમિયાન 104 ટકા અને 2 વર્ષમાં 304 ટકાનો વધારો થયો છે. હાલના સત્રમાં ફર્મના કુલ 0.40 લાખ શેરોનો કારોબાર થયો, જેનાથી તાજેતરના સત્રમાં 4.60 કરોડ રૂપિયાનો કારોબાર થયો અને ગુરુવારના કારોબારમાં 1166 રૂપિયાના રેકોર્ડ હાઇ લેવલ પર પહોંચી ગયા હતા.
ટેક્નોલોજી લેવલ પર જોઇએ તો તેનો RSI 59.4 પર છે જે સંકેત આપે છે કે એ ન તો ઓવરબૉટ છે અને ન તો ઓવરસોલ્ડ ઝોનમાં છે. ગોદાવરી પાવરના શેર 5, 30, 50, 100 અને 200 દિવસના મૂવિંગ એવરેજથી ઉપર કારોબાર કરી રહ્યા છે. ગોદાવરી પાવરના જૂન ત્રિમાસિક માટે વ્યયમાં કમીના કારણે સમેકિત શુદ્ધ નફામાં 24 ટકાની વૃદ્ધિ નોંધાઇ, જે 286.89 કરોડ રૂપિયા રહ્યો છે. કુલ આવક પહેલા ત્રિમાસિકમાં વધીને 1372.42 કરોડ રૂપિયા થઇ ગઇ છે, જે એક વર્ષ અગાઉ આ જ ત્રિમાસિકમાં 1344.37 કરોડ હતી. જૂન ત્રિમાસિકમાં વ્યય ઘટીને 987.30 કરોડ રૂપિયા રહી ગયો, જે પાછલા વર્ષની ત્રિમાસિકમાં 1063 કરોડ રૂપિયા હતો.
બોર્ડે કંપનીની 25મી વર્ષગાંઠના અવસર પર પ્રત્યેક ઇક્વિટી શેર પર 1.25 રૂપિયાનું સ્પેશિયલ ડિવિડેન્ટ આપવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. આ ચૂકવણી 28 ઑગસ્ટ 2024ના રોજ કે ત્યારબાદ કરવામાં આવશે. એ સિવાય બોર્ડે સ્ટોક હોલ્ડર્સની મંજૂરી હેઠળ 5 રૂપિયા ફેસ વેલ્યૂવાળા ઇક્વિટી શેરને 1 રૂપિયા ફેસ વેલ્યૂવાળા 5 ઇક્વિટી શેરોમાં સ્પ્લિટ કરવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી દીધી છે એટલે કે એક શેર 5 ઇક્વિટી શેરમાં સ્પ્લિટ થશે, જેની ફેસ વેલ્યૂ 1 રૂપિયા હશે.
LKP સિક્યોરિટીઝના સીનિયર ટેક્નિકલ એનાલિસ્ટના રૂપક ડેએ આ શેરોને 1200-1230ના ટારગેટ પ્રાઇઝ પર ખરીદવાની સલાહ આપી છે. સ્ટોપ લોસ 1100 રૂપિયા સુધી જઇ શકે છે. ઉલ્લેખનીય છે કે ગોદાવરી પાવર એક સ્ટીલ કંપની છે જે સ્ટીલ અને વીજળીનો બિઝનેસમાં કામ કરે છે. આ ઘરેલુ બજાર અને નિકાસ બજાર બંનેમાં સામેલ છે. કંપની લોખંડ, સ્ટીલ ઉદ્યોગ, વીજળી ક્ષેત્ર અને ખનન ક્ષેત્રમાં છે.