fbpx

મંદિરો અને મઠોએ સંપત્તિની વિગતો આપવી પડશે, નીતિશ સરકારનો નિર્દેશ

Spread the love

બિહારમાં, સરકારે તમામ જિલ્લાઓના DMને તેમના જિલ્લામાં નોંધણી વિના કાર્યરત મંદિરો અને મઠોની ફરજિયાત નોંધણી કરવા સૂચના આપી છે, જેથી તેમની સ્થાવર મિલકતોની સંપૂર્ણ વિગતો રાજ્ય ધાર્મિક ટ્રસ્ટ બોર્ડ પાસે ઉપલબ્ધ હોય. આ મઠો અને મંદિરોની વિગતો તેમની મિલકતની વિગતો સાથે ધાર્મિક ટ્રસ્ટ બોર્ડની વેબસાઈટ પર અપલોડ કરવાની રહેશે.

બિહાર રાજ્ય ધાર્મિક ટ્રસ્ટ બોર્ડ એટલે કે BSBRT રાજ્ય સરકારના કાયદા વિભાગ હેઠળ આવે છે. વિભાગીય મંત્રી નીતિન નવીનના જણાવ્યા અનુસાર, કાયદા વિભાગે ગયા મહિને તમામ જિલ્લાના DMને આ સંદર્ભમાં એક પત્ર મોકલી આપ્યો હતો. તમામ જિલ્લાના DMને સૂચના આપવામાં આવી છે કે, તેઓ અગ્રતાના ધોરણે તમામ અનરજિસ્ટર્ડ મંદિરો, મઠો અને ટ્રસ્ટોની નોંધણી સુનિશ્ચિત કરે.

જિલ્લાઓના DMને એ પણ કહેવામાં આવ્યું છે કે, તેઓ તમામ રજિસ્ટર્ડ મંદિરો અને મઠોમાંથી તેમની સ્થાવર મિલકતોની વિગતો એકત્રિત કરે અને તેને તરત જ BSBRTને ઉપલબ્ધ કરાવે, જેથી કરીને તેને વેબસાઈટ પર અપલોડ કરી શકાય. વિભાગીય મંત્રીના કહેવા પ્રમાણે, રાજ્ય સરકારનો આ નિર્ણય જૂનો છે, પરંતુ તેઓ તેનો કડક અમલ કરવા માંગે છે.

અત્યાર સુધી માત્ર 18 જિલ્લાઓએ BSBRTને નોંધણી અને મિલકતની વિગતોનો ડેટા પ્રદાન કર્યો છે. અહીં તમને જણાવી દઈએ કે, બિહાર હિંદુ ધાર્મિક ટ્રસ્ટ એક્ટ, 1950 મુજબ, બિહારમાં તમામ જાહેર મંદિરો, મઠો, ટ્રસ્ટો અને ધર્મશાળાઓ માટે BSBRT હેઠળ નોંધણી કરાવવી ફરજિયાત છે.

રાજ્ય સરકારનો ધ્યેય એ સુનિશ્ચિત કરવાનો છે કે, નોંધાયેલા મંદિરો, મઠો અને ટ્રસ્ટની મિલકતો વિશેની માહિતી સાર્વજનિક રહે જેથી કરીને જેઓ તેને ખોટી રીતે વેચે અથવા ખરીદે તેમની સામે પગલાં લઈ શકાય. રાજ્યના 35 જિલ્લાઓમાંથી BSBRT પાસેથી સરકારને મળેલી માહિતી અનુસાર બિહારમાં લગભગ અઢી હજાર જેટલાં બિન-નોંધણી વિનાના મંદિરો અને મઠો છે અને તેમની પાસે ચાર હજાર એકરથી વધુ જમીન છે.

બિહારના કાયદા વિભાગના ડેટા અનુસાર, રાજ્યમાં નોંધાયેલા મંદિરોની કુલ સંખ્યા અંદાજે 2499 છે અને તેમની પાસે 18 હજાર 456 એકરથી વધુ જમીન છે. આંકડા દર્શાવે છે કે, સૌથી વધુ નોંધાયેલ મંદિરો અને મઠો વૈશાલીમાં છે. માહિતી અનુસાર, વૈશાલીમાં 438 અનરજિસ્ટર્ડ મંદિરો અને મઠો છે, કૈમુરમાં 307, પશ્ચિમ ચંપારણમાં 273, ભાગલપુરમાં 191, બેગુસરાઈમાં 185, સારણમાં 154, ગયામાં 152 મંદિરો છે.

વિભાગીય મંત્રી નીતિન નવીનના જણાવ્યા અનુસાર, તેઓ આ મહિનાના અંતમાં અન્ય વિભાગો સાથે પણ બેઠક યોજવાના છે અને આ બેઠકમાં મહેસૂલ અને જમીન સુધારણા વિભાગના અધિકારીઓ પણ હાજર રહેશે. તેમનો ઉદ્દેશ્ય એ છે કે, તમામ મંદિરો અને મઠોએ રાજ્યમાં લાગુ કાયદા હેઠળના નિયમોનું પાલન કરવું જોઈએ.

error: Content is protected !!