ગાંધીનગર ના ઈસમ સાથે છેતરપીંડી થતા પોલીસ ફરિયાદ થઈ
પ્રાંતિજ ના બોભા ખાતે જમીન નો દસ્તાવેજ કરી આપીશુ તેવી હૈયાધારણા આપી વિશ્વાસ ધાત કર્યો
– મા-બેન સામે બિભસ્ત ગાળો-બોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી
– પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા ચાર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના બોભા ખાતે જમીન નો દસ્તાવેજ કરી આપીશુ તેવી હૈયા ધારણા આપી ગાંધીનગર ના ઇસમ સાથે છેતરપીંડી થતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા ચાર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરી
એવી રીતે કે મુકેશભાઇ રામાભાઇ પરમાર , અરવિંદભાઇ રામાભાઇ રોહિત ,કન્ફમીંગ પક્ષકાર રધુનાથભાઇ મહાદેવ ભાઇ રબારી તથા કનુસિંહ રૂપસિંહ ચૌહાણ દ્રારા બોભા ગામની સીમમા આવેલ જમીન સર્વે નં.૬૯૨ ની કુલ ૧૯૮ ૨૭ હે.આરે. ચો.મી પૈકી ૦ ૨૩ ૭૮ હે.આરે.ચો.મી.ની જમીન નો સુનિલ કુમાર જયંતિલાલ શાહ ને વેચાણ બાનાખત કરી આપી સુનિલ કુમાર ને જમીન વેચાણ નો દસ્તાવેજ કરી આપવાનો પાકો ભરોસો અને વિશ્વાસ આપી રૂપિયા ૨,૫૦,૦૦૦ મેળવી લઈ પરત નહી આપી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી તેમજ કનુસિંહ રૂપસિંહ ચૌહાણે આ જમીન ના સોદામા સાથે રહી સાક્ષી તરીકે સહી કરેલ હોવા છતાં જમીન વેચાણ રાખી આ જમીન હેમંત કુમાર ઠાકર ને વેચાણ દસ્તાવેજ કરી તથા રધુનાથભાઇ રબારી અને કનુસિંહ ચૌહાણ નાઓએ સુનિલ કુમાર શાહ ને મા-બેન સામી બિભસ્ત ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી એકબીજા ની મદદત ગીરી કરતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા સુનિલ કુમાર જયંતિલાલ શાહ રહે.૫૨૯ ,ગુજરાત હાઉસિંગ બોર્ડ આનંદ નગર સેક્ટર-૨૭ તા.જી.ગાંધીનગર દ્રારા પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે મુકેશભાઇ રામાભાઇ પરમાર , અરવિંદભાઇ રામાભાઇ રોહિત , કન્ફમીંગ પક્ષકાર રધુનાથભાઇ મહાદેવ ભાઇ રબારી ત્રણેય રહે. બોભા તા.પ્રાંતિજ જિ. સાબરકાંઠા તથા કનુસિંહ રૂપસિંહ ચૌહાણ રહે.પોયડા ,ગામ પોયડા ,તા.પ્રાંતિજ ,જિ.સાબરકાંઠા વિરૂધ્ધ આઇપીસી કલમ-૪૦૬,૪૨૦,૫૦૪,૫૦૬ (૨),૧૧૪ મુજબ ગુનો નોંધી આગળ ની તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના એ.એસ.આઇ -મનિષ કુમાર બલભદ્ર સિંહ દ્રારા તપાસ હાથ ધરવામા આવી છે
જીલ રાવલ પ્રાંતિજ