fbpx

પ્રાંતિજ ના દલપુર-કાટવાડ બ્રીજ પાસે થી ૧,૮૩,૩૦૦ વિદેશી દારૂ સાથે બે ને ઝડપી પાડયા

Spread the love

ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્રારા બાતમી ના આધારે  વિદેશી દારૂ ઝડપી પાડયો
પ્રાંતિજ ના દલપુર-કાટવાડ બ્રીજ પાસે થી ૧,૮૩,૩૦૦ વિદેશી દારૂ સાથે બે ને ઝડપી પાડયા
– કુલ-૫,૯૩,૬૨૦ નો મુદ્દામાલ જપ્ત કરી છ વિરૂધ્ધ ગુનોનોંધી આગળ ની તપાસ હાથ ધરી
 


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજના દલપુર-કાટવાડ બ્રીજ પાસે થી સ્વીકાર કારમા લઈ જવાતો ૧,૮૩,૩૦૦ ના વિદેશી દારૂ સાથે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્રારા બે ઇસમો ની અટકાયત કરી તો કુલ-૬ સામે ગુનોનોધી આગળ ની તપાસ હાથ ધરી


   ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમ અમદાવાદ-હિંમતનગર હાઇવે ચિલોડા સર્કલ પાસે આવતા તેવોને ખાનગી બાતમી મળી કે એક સફેદ કલરની સ્વીફટ કાર મા ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂ નો જથ્થો ભરેલ છે અને જે સ્વીફટ કાર દલપુર-કાટવાડ પાટીયા બ્રીજ નીચે આવેલ ટાઇલ્સ ના ગોડાઉન શીવા ટ્રેડિંગ કંપનીના પાર્કિંગ ના સેડ નીચે ઉભી છે જે બાતમી ને લઈ ને ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમ દ્રારા બાતમી મળેલ સ્થળ ઉપર જઈ ને તપાસ કરતા ગાડી ત્યા પડેલ હોય અને કાર લઈ આવેલ બે ઇસમ ત્યાં ના દેખાતા ત્યા રહેલ ટાઇલ્સ ના ગોડાઉન માલિક ને પુછતા તેવોએ કીધુ કે આ કાર મા આવેલ બે જણા ૨૦ પેટી ટાઇલ્સ લેવા આવેલ છે અને બન્ને જણાય બાજુની રૂમમા બેઠા છે અને પોલીસ દ્રારા રૂમ ની બહાર કોર્ડન કરી રૂમમા ખુરશી ઉપર બેઠેલ બન્ને ઇસમો ને ઝડપી સ્વીફટ કાર ખોલાવતા કારમા વિદેશીદારૂ હોય બન્ને ની અટકાયત કરી હતી તો સ્વીફટ કાર નો નંબર MH 03Bw-1785 બાબતે પુછતા નંબર પ્લેટ ખોટી હોવાનુ જાણવા મલ્યુ હતુ પોલીસે બસંતીલાલ રામાજી અસારી તથા વિમલ બચુજી બરંડા ઝડપી પાડી કારમાંથી વિદેશી દારૂ ટીન નંગ-૧૨૪૫ જેની કિંમત ૧,૮૩,૩૦૦ મોબાઈલ નંગ-૨ જેની કિંમત ૧૦,૦૦૦ , સ્વીફટ કાર જેની કિંમત ૪,૦૦,૦૦ ,રોકડ રૂપિયા-૩૨૦ મળી કુલ -૫,૯૩,૬૨૦ નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો અને બસંતીલાલ રામાજી અસારી ગામ લક્ષ્મણપુરા , જિ. ઉદેપુર , ગામ લક્ષ્મણ પુરા સરેરા તા.નયાંગાવ જિ.ઉદેપુર , રાજસ્થાન , વિમલ બચુજી બરંડા ગામ કણબઇ થાના પાટીયા ,જિ.ઉદેપુર , રાજસ્થાન , નિઝામદીન યુસુફ પઠાણ રહે.દાસ્તાન સર્કલ ઓડાના મકાન મા અમદાવાદ , ગામ.અમદાબાદ , તા.અમદાવાદ , ગ્રામ્ય જિ.અમદાવાદ ગ્રામ્ય મુળ વતન લક્ષ્મણનગર , સીકર ,રાજસ્થાન , દારૂ જથ્થો ભરી સ્વીફટ ગાડી આપી જનાર અજાણ્યો ઈસમ , દારૂ નો જથ્થો નાના ચિલોડા કેનાલ પાસે લેવા આવનાર અજાણ્યો ઈસમ , દારૂ ભરેલ સ્વીફટ ગાડીનો માલિક તથા પોલીસ તપાસ મળી આવે તે તમામ વિરૂધ્ધ ગુજરાત નશાબંધી અધિનિયમ ૧૯૪૯ તથા ગુજરાત નશાબંધી સુધારા અધિનિયમ ૨૦૧૭૨૦૧૭ ની કલમ ૬૫ (એ),(ઇ),૮૧,૮૩,૯૮(૨),૧૧૬(બી) તથા ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૩૬(૨),૪૦,૬૧(૨) મુજબ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામા આવી છે

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!