તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાની પાન્છા પ્રાથમિક શાળાની એક શિક્ષિકા વિદેશમાં હતી અને શાળામાંથી પગાર મેળવી રહી હતી એ કૌભાંડ બહાર આવવાને કારણે ગુજરાતમાં ભારે હોબાળો મચી ગયો હતો અને સરકાર સફાળી જાગી હતી અને આવા ભૂતિયા શિક્ષકોની તપાસ કરવામાં આવી હતી.
રાજ્ય સરકારને મળેલા રિપોર્ટ બાદ 131 શિક્ષકોને ઘર ભેગા કરી દેવામાં આવ્યા છે.90 દિવસથી વધારે રજા પર હોય તેવા 151 શિક્ષકો છે.
પ્રાથમિક શાળામા એવો નિયમ છે કે શિક્ષકની નોકરી 10 વર્ષ ઉપર થાય પછી મહિને 60,000થી 62,000નો પગાર મળે છે અને 3 મહિનાની રજા પર હોય તો પણ અડધો પગાર એટલે કે 30,000 રૂપિયા મળે છે. કેટલાંક તો પોતાની જગ્યાએ ડમી શિક્ષકોને મુકી દે છે અને પોતે બીજા જગ્યાએ કામ કરીને તગડી કમાણી કરે છે.