ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં ઘણા સમયથી કારમી મંદીને કારણે સૌથી વધારે સમસ્યા રત્નકલાકારોને ઉભી થઇ છે. બેરોજગારી અને આર્થિક મુશ્કેલીનો રત્નકલાકારો સામનો કરી રહ્યા છે. આવા સમયે સુરતની ધર્મનંદન ડાયમંડ કંપનીના ચેરમેન લાલજી પટેલે એક સરહાનીય પહેલ કરી છે.ડાયમંડ વર્કર યુનિયને મુશ્કેલીમાં મુકાયેલા 40 રત્ન કલાકારોની યાદી લાલજી પટેલને આપી હતી, જેમના બાળકોની શાળાની ફી ભરવાની બાકી હતી. લાલજી પટેલે આ તમામ રત્નકલાકારોના બાળકોની ફી ભરી દીધી છે.
લાલજી પટેલે તો પહેલ કરી છે, પરંતુ હવે ડાયમંડના બીજા મોટા ઉદ્યોગકારો પણ આગળ આવે તો રત્નકલાકારોની મુશ્કેલી ઓછી થઇ શકે છે.
ડાયમંડ વર્કર યુનિયનના ઉપ પ્રમુખ ભાવેશ ટાંકે કહ્યું કે, અત્યારે અમારી પાસે જે એકદમ જરૂરિયાત વાળા હતા તેવા 40 રત્નકલાકારોની યાદી આપવામાં આવી હતી, પરંતુ જન્માષ્ટમી પછી વધારે હાલત ખરાબ થશે અને મોટા ભાગના રત્નકલાકારો સુરત છોડીને વતન ભેગા થઇ જશે.