fbpx

આખરે કેમ નાગાલેન્ડ અને અરુણાચલની નંબર પ્લેટ લઈ રહી છે ગુજરાતની બસો? જાણો કારણ

Spread the love

શું તમે ક્યારેય એ વાત પર ધ્યાન આપ્યું છે કે ઉત્તર અને પશ્ચિમ ભારતના હાઇવે પર દેખાતા મોટા ભાગના હેવી ટ્રક અને બસો નાગાલેન્ડમાં રજિસ્ટર્ડ છે? એવું શા માટે? એક રસપ્રદ ખુલાસામાં આ વાત સામે આવી છે કે દિલ્હી અને ગુજરાત સહિત દેશભરમાં ઘણા અન્ય રાજ્યોમાં મોટી સંખ્યામાં ટ્રક, ડમ્પર અને ભારે વાહન નાગાલેન્ડ, નોર્થ ઇસ્ટના અન્ય રાજ્યોમાં પણ રજિસ્ટર્ડ થઈ રહ્યા છે. આ પ્રવૃત્તિએ ન માત્ર સવાલ ઊભા કર્યા છે, પરંતુ જિજ્ઞાસા પણ વધારી દીધી છે કેમ કે આ રાજ્ય ભૌગોલિક રૂપે એક બીજાથી ખૂબ દૂર છે. છતા ભારે વાહનોના રજીસ્ટ્રેશન માટે પ્રાથમિક સ્થળોના રૂપમાં કામ કરે છે.

બિઝનેસના મોટા ભાગના અન્ય સવાલોની જેમ જ તેનો ઉત્તર છે પૈસા બચાવવા! કેમ કે રોડ ટેક્સ રાજ્યોના હિસાબે નક્કી કરવામાં આવે છે એટલે એ આખા દેશમાં રાજ્યોના હિસાબે અલગ અલગ હોય છે એટલે ભારે વાહનોનું નાગાલેન્ડ કે અરુણાચલ પ્રદેશમાં રજીસ્ટ્રેશન માત્ર એક સંયોગ નથી, પરંતુ વિકલ્પ પાછળ એક સંમોહક તર્ક રહેલો છે. પહેલા વાત નાગાલેન્ડની કરીએ તો. ભારતના અન્ય રાજ્યોની તુલનામાં નાગાલેન્ડની ટ્રાન્સપોર્ટ ઓથોરિટની રજીસ્ટ્રેશન ફીસ અને ટેક્સ ખૂબ ઓછો છે.

રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પણ ખૂબ ઉદાર છે. એટલી કે તેમાંથી મોટા ભાગના ટ્રકોને નાગાલેન્ડ લઈ જવાની જરૂરિયાત નથી હોતી. બસ પોતાના કાગળોથી કામ થઈ જશે. આ જ કારણ છે કે કર્ણાટક અને તામિલનાડુમાં રહેનારા ઘણા લોકો પીવાઇ (પૂડુંચેરી રજિસ્ટર્ડ) નંબર પ્લેટની કરો ચલાવે છે. જેમ કે બિઝનેસને લઈને એક જૂની કહેવત છે ‘ગંદા હૈ પર ધંધા હૈ’ આ તેનું જ ઉદાહરણ છે. એટલે જો તમે ગુજરાતના રસ્તાઓ પર નાગાલેન્ડ કે અરુણાચલ પ્રદેશની નંબર પ્લેટવાળી ઘણી બધી ખાનગી બસો નજરે પડે તો હેરાન ન થતા.

મીડિયા રિપોર્ટ મુજબ નોર્થ ઇસ્ટના આ રાજ્યોમાં રજીસ્ટ્રેશન કરાવનારા બસ માલિક એ રાજ્યના રહેવાસી નથી, પરનું એ બધા ગુજરતના છે. આ લોકોએ પૈસા બચાવવા માટે પોતાના વાહનોનું રજીસ્ટ્રેશન એટલી દૂર નોર્થ ઇસ્ટના રજ્યોમાં કરાવ્યું છે. અખિલ ગુજરાત ટૂરિસ્ટ વ્હીકલ ઓપરેશન ફેડરેશન (AGTVF)નું કહેવું છે કે મોટી સંખ્યામાં તેમના સભ્ય હવે ટેક્સ બચાવવા માટે અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડમાં વાહનોનું રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે. પટેલ ટ્રાવેલ્સ, નીતા ટ્રાવેલ્સ સહિત ગુજરાતના ડઝનથી વધુ ખાનગી બસ ઓપરેટરોએ બસોના રજીસ્ટ્રેશનની પ્રક્રિયાને સુવિધાજનક બનાવવા માટે કથિત રૂપે નાગાલેન્ડના દીમપુર અને અરુણાચલ પ્રદશન વિભિન સ્થળો પર અસ્થાયી કાર્યાલય ખોલ્યા છે.

એક જાણકારી મુજબ ગુજરાતમાં 1000 કરતા વધુ ખાનગી બસોએ પોતાના વાહન રજીસ્ટ્રેશનને અરુણાચલ પ્રદેશમાં ટ્રાન્સફર કરી દીધા છે, જ્યારે લગભગ 300 કરતા વધુએ પોતાનું રજીસ્ટ્રેશન નાગાલેન્ડમાં ટ્રાન્સફર કરી દીધા છે. AGTVFનું કહેવું છે કે બસ ઓપરેટર બસ રજીસ્ટ્રેશનને નાગાલેન્ડ કે અરુણાચલ પ્રદેશમાં ટ્રાન્સફર કરીને દર વર્ષે લગભગ 4.5 લાખ રૂપિયા બચાવે છે. ગુજરાતમાં બસ માલિકોને દર મહિને 40,000નો ટેક્સ ચૂકવવો પડે છે, જ્યારે નાગાલેન્ડ કે અરુચાલ પ્રદેશમાં તે 2000 રૂપિયાથી પણ ઓછો છે. તેમાંથી કેટલાકે તો મણિપુરમાં પણ પોતાની બસોનું રજીસ્ટ્રેશન કરાવવાનું શરૂ કરી દીધું છે.

આ પ્રકારે ઉત્તર ભારતમાં હરિયાણા પણ ભારે વાહનો માટે વધુ એક સેન્ટર બનીને ઊભરી રહ્યું છે. ઉત્તર ભારતમાં મોટી સંખ્યામાં વાહન હવે હરિયાણાની સીધી રજીસ્ટ્રેશન પ્રક્રિયાઓના કારણે રજિસ્ટર્ડ છે. આ જ પ્રવૃત્તિ દક્ષિણ ભારતમાં પણ જોવા મળી રહી છે. જ્યાં પૂડુંચેરી કર્ણાટક અને તામિલનાડુ માટે વાહન રજીસ્ટ્રેશન કેન્દ્રના રૂપમાં કામ કરી રહ્યું છે.

error: Content is protected !!