છેલ્લાં ઘણા સમયથી એવી ચર્ચા ચાલતી હતી કે, સરકાર ડિજિટલ મીડિયા પર લગામ લગાવવા માંગે છે. ખાસ કરીને યુટયુબ ચેનલો પર.પરંતુ માહિતી અને પ્રસારણ મંત્રાલયે મંગળાવારે બ્રોડકાસ્ટીંગ બિલ ડ્રાફ્ટને પાછો ખેંચી લીધો છે.
માહિતી અને પ્રસારણ વિભાગે એક નિવેદનમાં કહ્યું છે કે, અમે બ્રોડકાસ્ટીંગ સર્વિસ રેગ્યુલેશન બિલના ડ્રાફ્ટ પર કામ કરી રહ્યા છે અને તેના સૂચનો મંગાવવામાં આવ્યા હતા, પરંતુ આ ડ્રાફટ પાછો ખેંચી લેવામાં આવ્યો છે અને નવો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવશે.સૂચનો માટેની તારીખ 10 ઓકટોબર 2024 સુધી લંબાવી દેવામાં આવી છે.
ડિજિટલ અને OTT પ્લેટફોર્મ જેવાકે યૂટ્યૂબ, એક્સ પ્લેટફોર્મ, ઇન્સ્ટાગ્રામ, નેટફ્લિક્સ, પ્રાઇમ વીડિયો વગેરે પર પબ્લીશ થતા કન્ટેન્ટ પર લગામ લાવવાની સરકારે તૈયારી કરી હતી.