fbpx

રિપોર્ટમાં દાવો- ભારતીય શિક્ષણ કરતા વધારે લગ્ન પર કરે છે ખર્ચ, 10 લાખ કરોડ….

Spread the love

ભારતીય લગ્ન ઉદ્યોગનો આકાર લગભગ 10 લાખ કરોડ રૂપિયાનો છે, જે ખાદ્ય અને કરિયાણા બાદ બીજા નંબર પર છે. એક રિપોર્ટમાં આ જાણકારી આપતા કહેવામાં આવ્યું કે, સામાન્ય ભારતીય શિક્ષણની તુલનામાં લગ્ન સમારોહ પર બેગણો પૈસા ખર્ચ કરે છે. ભારતમાં વર્ષે 80 લાખથી એક કરોડ લગ્ન થાય છે, જ્યારે ચીનમાં 70-80 લાખ અને અમેરિકામાં 20-25 લાખ લગ્ન થાય છે. બ્રોકરેજ ફર્મ જેફરીજે એક રિપોર્ટમાં કહ્યું કે, ‘ભારતીય લગ્ન ઉદ્યોગ અમેરિકા (70 અબજ અમેરિકી ડોલર)ના ઉદ્યોગના આકારથી લગભગ બેગણો છે.

જો કે, એ ચીન (170 અબજ અમેરિકી ડોલર)થી નાનો છે. રિપોર્ટ મુજબ ભારતમાં વપરાશ શ્રેણીમાં લગ્નનો બીજો નંબર છે. જો લગ્ન એક શ્રેણી હોત તો ખાદ્ય અને કરિયાણા (681 અબજ અમેરિકન ડૉલર) બાદ સૌથી મોટી ખુદરા શ્રેણી હોત. ભારતમાં લગ્ન ભવ્ય હોય છે અને તેમાં ઘણા પ્રકારના સમારોહ અને ખર્ચ હોય છે. તેમાં આભૂષણ અને પરિધાન શ્રેણીઓમાં વપરાશ બધે છે અને અપ્રત્યક્ષ રૂપે ઓટો તેમજ ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગને લાભ મળે છે. ખર્ચાળ લગ્નો પર અંકુશ લગાવવાના પ્રયાસો છતા વિદેશી સ્થળો પર થનારા ભવ્ય લગ્ન ભારતીય વૈભવને પ્રદર્શિત કરે છે.

જેફરીજે કહ્યું કે, દર વર્ષ 80 લાખથી 1 કરોડ લગ્ન થવા સાથે, ભારત દુનિયાભરમાં સૌથી મોટું લગ્ન સ્થળ છે. કેટ મુજબ, તેનો આકાર 130 અબજ અમેરિકન ડોલર હોવાનું અનુમાન છે. ભારતનો લગ્ન ઉદ્યોગ અમેરિકાની તુલનામાં લગભગ બેગણો છે અને પ્રમુખ ઉપભોગ શ્રેણીઓમાં તેનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે. ભારતીય લગ્ન ઘણા દિવસો સુધી ચાલે છે અને સાધારણથી લઈને ખૂબ ભવ્ય પણ હોય છે. તેમાં ક્ષેત્ર, ધર્મ અને આર્થિક પૃષ્ઠભૂમિની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે. રિપોર્ટમાં એમ કહેવમાં આવ્યું છે કે, ભારતમાં લગ્ન પર શિક્ષણ (સ્નાતક સુધી)ની તુલનામાં બેગણો ખર્ચ કરવામાં આવે છે, જ્યારે અમેરિકા જેવા દેશોમાં એ ખર્ચ શિક્ષણની તુલનામાં અડધાથી પણ ઓછો છે.

error: Content is protected !!