પ્રાંતિજ ના બાલીસણા ખાતે શિક્ષિકા માંથી સાંસદ થયેલ સાંસદ નો સન્માન સમારંભ યોજાયો
– શાળા પરિવાર દ્રારા સાંસદ શોભનાબેન નો સન્માન-વિદાય સમારંભ યોજાયો
– શિક્ષણમંત્રી , ધારાસભ્ય , પૂર્વ ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા
– પોતાના વર્ગ ખંડ ની મુલાકાત લઈ બાળકોને ભણાવતા નજરે પડયા
– બ્લેક બોર્ડ ઉપર શિક્ષણ કાર્ય ની સાથે બાળકોની નોટબુકો ને પણ ચેક કરી ભુલો સુધારી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના બાલીસણા ખાતે આવેલ બાલીસણા જુથ પ્રાથમિક શાળા દ્રારા શિક્ષિકા માંથી સાંસદ થયેલ શોભનાબેન બારૈયા નો સન્માન ની સાથે વિદાય સમારંભ યોજયો હતો જેમા શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર ઉપસ્થિત રહ્યા
પ્રાંતિજ ના બાલીસણા ખાતે આવેલ બાલીસણા જુથ પ્રાથમિક શાળા દ્રારા શિક્ષિકા માંથી સાંસદ બનેલ શોભનાબેન બારૈયા નો સન્માન-વિદાય સમારંભ કાર્યક્રમ યોજ્યો હતો જેમા શિક્ષિકા માંથી સાંસદ બનેલ શોભના બેન મહેન્દ્રસિંહ બારૈયા પોતે ૩૧ વર્ષ સુધી શિક્ષિકા તરીકે ફરજ બજાવી ને બાળકોના ધડતર બાદ ભારતીય જનતા પાર્ટી દ્રારા તેવોને સાબરકાંઠા ની લોકસભા ની ટીકીટ આપતા તેવોએ શિક્ષિકા માંથી રાજીનામુ આપીને પોતે લોકસભા ની ચુંટણી લડયા હતા અને તેવો ચુંટણી જીતતા શિક્ષિકા માંથી સાંસદ બનતા શાળા પરિવાર દ્રારા તેવોનો સન્માન સમારંભ રાખવામા આવ્યો હતો અને સાથે વિદાય સમારંભ પણ યોજ્યો હતો તો શિક્ષિકા માંથી સાંસદ બનેલ શોભનાબેન બારૈયા પોતાની શાળામા પ્રવેશ મેળવતા પહેલા પ્રવેશ દ્રારા ઉપર તેવોએ જુકીને પોતાની શાળાના દર્શન કરી પ્રવેશ કર્યો હતો તો શાળાની બાળકીઓ દ્રારા તેવોને કુમકુમ તિલક કરવામા આવ્યો હતો તો શાળામા પ્રવેશ તાજ મુળ જીવ શિક્ષક નો જીવ હોય પોતે પોતાના વર્ગ ખંડ ની મુલાકાત લીધી હતી અને તેવોના વર્ગ ખંડ ના બાળકો સાથે અભ્યાસ લગતી વાતો કરી બાળકો વચ્ચે બેસી તેવોને ભણાવતા નજરે પડયા હતા તો બ્લેક બોર્ડ ઉપર એકડ એકો શિક્ષણ કાર્ય ની સાથે બાળકોની નોટબુકોને પણ ચેક કરી તેમની ભુલોને સુધારીને શિખવાડવા પ્રયાસ કર્યો હતો અને તેવો વર્ગ ખંડ મા બાળકોને ભણાવતા ભાવુક પણ થયા હતા અને પોતાના વર્ગ ખંડ ના બાળકોને ભેટી પડયા હતા તો શાળા પરિવાર દ્રારા શિક્ષિકા માંથી સાંસદ બનેલ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા નુ સ્વાગત કરવામા આવ્યુ હતુ અને શાળા પરિવાર દ્રારા સન્માન પત્ર મોમેન્ટો આપી સન્માનિત કરવામા આવ્યા હતા અને ગ્રામજનો દ્રારા પણ શોભનાબેન બારૈયા નુ સન્માન કરવામા આવ્યુ હતુ તો આ પ્રસંગે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર , પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર , પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા , પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ કાળુસિંહ , શાળાના આચાર્ય , શાળા પરિવાર સ્ટાફ સહિત બાળકો વાલીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
જીલ રાવલ પ્રાંતિજ