fbpx

હર્ષ સંઘવી, શું તમે મહિલા ડૉક્ટરોની સુરક્ષા માટે લખાયેલા પત્ર સાથે સંમત છો?

Spread the love

કોલકાત્તામાં એક મહિલા તબીબ પર જઘન્ય કૃત્યની દેશભરમાં ચર્ચા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી પોતાના ભાષણમાં મહિલાઓની સુરક્ષાની વાત કરી છે. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન(IMA­)એ 17 ઓગસ્ટે હડતાળની જાહેરાત કરેલી છે.

બીજી તરફ ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (GMERS), ગાંધીનગરે પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં કહેવાયું છે કે, રેસિડન્ટ મહિલા ડોકટર્સે પરિચીત મહિલા સાથે જ રહેવું,વિદ્યાર્થીનીઓ અમે મહિલા ડોકટર્સે એકાંતમાં રહેવું નહી, રાત્રીના સમયે બહાર નિકળવું નહીં. પરિચીત વ્યક્તિ સાથે જ બહાર જવું.

અમારે રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીને પુછવું છે કે શું તમે GMERSના આ પરિપત્ર સાથે સમંત છો? ગુજરાતમાં 30 વર્ષથી ભાજપનું શાસન છે અને સલામત ગુજરાતની વાત કરો છો તો સરકારે જાહેર કરવું જોઇએ કે આ પત્રને સમર્થન છે કે વખોડો છો.

error: Content is protected !!