fbpx

50 પૈસાના શેરે કરી કમાલ, 1 લાખ લગાવનારા બન્યા કરોડપતિ

Spread the love

શેર બજારમાં મલ્ટીબેગર સ્ટૉક્સની લિસ્ટ લાંબી છે. તેમાં કોઈ શેરે પોતાના રોકાણકારોને લોંગ ટર્મમાં માલામાલ બનાવ્યા છે તો કેટલાક શેર એવા રહ્યા જે ખૂબ જ ઓછા સમયમાં મલ્ટીબેગર સાબિત થયા છે. આ લિસ્ટમાં એક માત્ર 50 પૈસાનો શેર પણ સામેલ છે, જે 5 વર્ષમાં જ ઉછળીને 22 રૂપિયાને પાર પહોંચી ગયો છે. આ શેરે એવી કમાલ કરી છે કે 1 લાખ લગાવનાર રોકાણકાર હવે કરોડપતિ બની ગયા છે. અમે વાત કરી રહ્યા છીએ રાજ રેયોન ઇન્ડસ્ટ્રીઝના શેરની. જેણે રોકાણકારોને 5 વર્ષમાં શાનદાર રિટર્ન આપ્યું છે.

ગત 23 ઑગસ્ટ 2019ના રોજ કંપનીના એક શેરની કિંમત માત્ર 50 પૈસા હતા અને ગત કારોબારી દિવસે એ લગભગ 2 ટકાના ઉછાળ સાથે 22.37 રૂપિયા પર ક્લોઝ થયા હતા. આ કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન 1240 કરોડ રૂપિયા છે. રોકાણકારોને મળેલા રિટર્નના આધાર પર ગણતરી કરીએ તો 23 ઑગસ્ટ 2019ના રોજ કોઈ ઇન્વેસ્ટરે કંપનીના શેરોમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હશે અને તેણે અત્યાર સુધી હોલ્ડ રાખ્યું હશે તો તેની રકમ વધીને હવે 4.47 કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ હશે.

છેલ્લા એક મહિનામાં આ શેરે શાનદાર સ્પીડ પકડી છે અને તેની કિંમતમાં લગભગ 10 ટકાનો વધારો થયો છે. પોતાના રોકાણકારોને મલ્ટીબેગર Raj Rayon Industriesના શેર છેલ્લા 5 વર્ષના પ્રદર્શન પર નજર નાખીએ તો 50 પૈસાની કિંમત 1 રૂપિયાને પાર નીકળી ગઈ, પરંતુ પછી આ સ્ટોકે પાછળ ફરીને ન જોયું. તેના આગામી 10 માર્ચ 2023ના રોજ એ તો 84.55 રૂપિયાના હાઇ લેવલ પર પહોંચી ગયા હતા. જો કે, ત્યારબાદ સ્ટોકમાં કડાકો જોવા મળ્યો અને 5 જાન્યુઆરી 2024ના રોજ તૂટીને 17 રૂપિયાની આસપાસ આવી ગયા.

ત્યારબાદ એ ફરીથી ગતિ પકડતા નજરે પડી રહ્યા છે અને અત્યાર સુધી 22 રૂપિયાને પાર નીકળી ગયા છે. આ મલ્ટીબેગર પેની સ્ટોક 5 વર્ષ વર્ષમાં પોતાના રોકાણકારોને કરોડપતિ બનાવનાર સાબિત થયો છે. જો કંપનીના કામકાજ બાબતે વાત કરીએ તો રાજ રેયોન ઈન્ડસ્ટ્રીઝની સ્થાપના 17 ઑગસ્ટ 1993ના રોજ થઈ હતી, તેને એક પબ્લિક લિમિટેડ કંપનીના રૂપમાં સામેલ કરવામાં આવી હતી. રાજ રેયોન લિમિટેડ કંપની પોલીએસ્ટર ચિપ્સ, પોલીએસ્ટર યાર્નના નિર્માણ અને બિઝનેસ સાથે જોડાયેલી છે.

error: Content is protected !!