fbpx

મિલિટ્રી ગ્રેડની મજબૂતવાળો સસ્તો Oppo A3 લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

Spread the love

Oppoએ ભારતમાં પોતાની A સીરિઝનો લેટેસ્ટ સ્માર્ટફોન Oppo A3 5G લોન્ચ કરી દીધો છે. નવો Oppo A3 5G સ્માર્ટફોન મિલિટ્રી ગ્રેડ રેજિસ્ટેન્સ અને મલ્ટિપલ રેજિસ્ટેન્સ સાથે આવે છે. નવા Oppo ફોનમાં 50MP ડબલ રિયર કેમેરા, 5100 mAh મોટી બેટરી અને 6GB RAM મળે છે. ચાલો આ આર્ટિકલમાં વિસ્તારથી જાણીએ Oppo સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ બાબતે.

Oppo A3 5G સ્માર્ટફોનને 6GB RAM અને 128GB ઇનબિલ્ટ સ્ટોરેજ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોન ઓશિયન બ્લૂ અને નેબ્યૂલા રેડ કલરમાં મળે છે. નવા Oppo ફોનને 15,999 રૂપિયામાં ખરીદી શકાય છે. ફોન Oppo ઇન્ડિયાના ઇ-સ્ટોર પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. Oppo A3 5G સ્માર્ટફોનમાં 6.67 ઇંચ LCD સ્ક્રીન આપવામાં આવી છે, જે HD+ (1604 x 720 પિક્સલ) રિઝોલ્યૂશન ઓફર કરે છે. સ્ક્રીનની રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. ડિસ્પ્લેની પિક પ્રાઇટનેસ 1000 નિટ્સ અને ટચ સેમ્પલિંગ રેટ 240 હર્ટ્ઝ છે.

આ ડિવાઇસમાં મીડિયાટેક ડાયમેન્સિટી 6300 પ્રોસેસર અને ગ્રાફિક્સ માટે Mali G7 GPU આપવામાં આવ્યું છે. Oppoના આ હેન્ડસેટમાં 6GB RAM મળે છે. આ ડિવાઇસમાં 6GB RAMને વર્ચ્યૂઅલી એક્સપેન્ડ કરી શકાય છે. Oppo A3 5Gમાં 128GB ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યું છે જેને માઇક્રો SD કાર્ડના માધ્યમથી વધારી શકાય છે. ફોન એન્ડ્રોઇડ 14 બેઝ્ડ ColorOS 14 સાથે આવે છે. Oppo A3 5Gમાં 50 મેગાપિક્સલ પ્રાઇમરી અને 2 મેગાપિક્સલ પૉર્ટ્રેટ સેન્સરવાળું ડબલ રિયર કેમેરા સેટઅપ છે.

ફોનમાં 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે. ડિવાઇસને પાવર આપવા માટે 5100ની mAh મોટી બેટરી આપવામાં આવી છે, જે 45W SupreVOOC ચાર્જિંગ સપોર્ટ કરે છે. ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર, ફેસ અનલોક ફીચર, 3.5MM ઓડિયો જેક જેવા ફીચર્સ છે. ડિવાઇસમાં MIL STD 810H rating, Multiple Liquid Resistance અને SGS Military Drop Resistance Certification SGS Military Standard Certification મળે છે. Oppo A3માં ડબલ સીમ, 5G વાઇ-ફાઇ, બ્લૂટૂથ 5.3 GPS જેવા કનેક્ટિવિટી ફીચર્સ આપવામાં આવ્યા છે. ડિવાઇસનું ડાયમેન્શન 165.7 x 76 x 7.7mm અને વજન 187 ગ્રામ છે.

error: Content is protected !!