શેરબજારની વાત આવે તો સામાન્ય રીતે 2 જ રાજ્યોના નામ સામે આવે એક મહારાષ્ટ્ર અને બીજું ગુજરાત, પરંતુ છેલ્લાં 5 વર્ષમાં ઉત્તર પ્રદેશ અને બિહારે શેરબજારમાં રોકાણને મામલે ગુજરાતને પછાડી દીધું છે. તેનું કારણ એવું છે કે કોરાના મહામારી પછી આર્થિક રીતે પછાત ગણાતા હિંદી બેલ્ટના રાજ્યોમાં લોકો શેરબજાર તરફ વળ્યા છે અને રિસ્ક ઉઠાવી રહ્યા છે.
બિહારમાં જ્યાં 2019માં માત્ર 6.70 લાખ લોકો હતા શેરબજારમાં રોકાણ કરનારા તે 5 વર્ષમાં વધીને 41.76 લાખ થઇ ગયા છે, મતલબ કે 523 ટકાનો વધારો થયો છે. ઉત્તર પ્રદેશમાં 2019માં 23 લાખ લોકો શેરબજારમાં રોકાણ કરનારા હતા જે વધીને 1 કરોડ 7 લાખ થઇ ગયા છે. 376 ટકાનો વધારો. જ્યારે ગુજરાતમાં 2019માં 37.97 લાખ લોકો શેરબજારમાં રોકાણ કરનારા હતા જે વધીને 85.53 લાખ થયા છે. 125 ટકાનો વધારો.