જમ્મૂ-કાશ્મીરમા વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા પછી ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે. રવિવારે જમ્મૂમાં ભાજપની એક બેઠક મળી હતી જેમાં કિશન રેડ્ડી, તરુણ ચૂગ, જિતેન્દ્ર સિંહ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. બેઠક પછી જમ્મૂ ભાજપના પ્રદેશ પ્રમુખ રવિંદર રૈનાએ મીડિયા સાથેની વાતમાં કહ્યુ હતું કે બેઠકમાં નક્કી થયું છે કે, ભાજપ આ વખતે જ્મ્મૂમાં એકલા હાથે ચૂંટણી લડશે. મતલબ કે કોઇ પણ પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે. જ્યારે કાશ્મીરમાં ભાજપ અપક્ષ ઉમેદવારોને સમર્થન આપશે.
જમ્મૂ-કાશ્મીરમાં 16 સપ્ટેમ્બરે 24 બેઠકો માટે પહેલા તબક્કાનું, 25 સપ્ટેમ્બરે 26 સીટ માટે બીજા તબક્કાનું અને 1 ઓક્ટોબરે 40 સીટ માટે ત્રીજા તબક્કાનું મતદાન થશે. 4 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે. 2014માં ભાજપે PDP સાથે ગઠબંધન કરેલું.