fbpx

શું મુકેશ અંબાણીનું એન્ટીલિયા અનાથ આશ્રમની જમીન પર બનેલું છે?

Spread the love

તાજેતરમાં લોકસભામાં વકફ બોર્ડ બિલ 2024 ભારે ચર્ચામાં રહ્યું. આ બિલમાં બોર્ડની સંપત્તિની તપાસ અને મહિલાઓને બોર્ડમાં સામેલ કરવાની દરખાસ્ત છે. અત્યારે તો JPCની રચના કરવામાં આવી છે પછી બિલ મંજૂર થઇ શકે છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીનું 27 માળનું જે આલિશાન એન્ટિલીયા બનેલું છે તે વકફ બોર્ડની એ જમીન પર બન્યું છે જ્યાં અનાથાશ્રમ બનવાનું હતું.

1996માં કરીમ ઇબ્રાહીમ નામના વ્યક્તિએ મહારાષ્ટ્ર વકફ બોર્ડને જમીન દાનમાં આપી હતી જેના પર અનાથાશ્રમ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતું 2002માં વકફ બોર્ડના કેટલાંક સભ્યોએ નિયમો નેવે મુકીને મુકેશ અંબાણીને એ જમીન આપી દીધી હતી. નિયમ મુજબ જમીનની ડીલ વખતે વકફ બોર્ડની બે તૃત્યાંશ સભ્યોની મંજૂરી મેળવવી જરૂર હોય છે. પરંતુ અંબાણી સાથેની ડીલમાં નિયમો પાળવામાં ન આવ્યા.

error: Content is protected !!