fbpx

મહિલાએ પોતાના જ અંતિમ સંસ્કાર માટે બનાવ્યા 9 નિયમ, 20 મિનિટ રડવાનું, દારૂ પીવો..

Spread the love

એક મહિલાનો ટિકટોક પર વીડિયો વાયરલ થયો છે, જ્યાં તેને પોતાના અંતિમ સંસ્કાર સંબંધિત અજીબોગરીબ નિયમો બનાવ્યા છે, આ મહિલાએ કુલ 9 નિયમો નક્કી કર્યા છે. હદ તો ત્યારે થઇ ગઈ, જ્યારે મહિલાએ રડવાનો સમય પણ નક્કી કર્યો છે, જે પણ વ્યક્તિ આવશે, તેને નિયમ અનુસાર માત્ર 20 મિનિટ જ રડવાનું રહેશે. અંતિમ સંસ્કારમાં શામેલ થનાર લોકોને આ તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે.

એમ તો ખૂબ ઓછા લોકો દુનિયામાં એવા હશે, જે પોતાના અંતિમ સંસ્કારને લઈને પ્લાનિંગ કરે છે, પણ ટિકટોક પર @iamjist નામની યૂઝરે જે અંતિમ સંસ્કારની પ્લાનિંગને લઈને વીડિયો શેર કર્યો છે, મહિલાએ અંતિમ સંસ્કાર માટે 9 નિયમ બનાવ્યા છે, જે સાંભળવામાં અજીબ લાગી શકે છે. મિરરની રિપોર્ટમાં આ મહિલાની ઈચ્છા વિશે જણાવવામાં આવ્યું છે.

નિયમ 1: મહિલાના અંતિમ સંસ્કારમાં શામેલ થનાર વ્યક્તિને તેના સાથેનો કોઈ પણ ફોટો બતાવવાનો રહેશે. મહિલાના અનુસાર તે કોઈ જુનો કે વર્તમાન ફોટો પણ હોઈ શકે છે.

નિયમ 2: જ્યારે તેના અંતિમ સંસ્કાર કરાશે, ત્યારે તે કોફીનમાં રહેશે, છતાં તેને ફાઉન્ડેશન, લીપ ગ્લાસ, મસ્કારા જેવા બ્યૂટી પ્રોડકટ્સની ડિમાંડ કરી છે.

નિયમ 3: તેના કોફીનની નજીક કોઈ પણ અવર-જવર કરશે નહીં.

નિયમ 4: નિયમોની ફેહરિશ્તમાં ચ્યૂંગમ લઈને આવવાનું રહેશે. મહિલાએ વીડિયોમાં કહ્યું છે કે, ‘માની લીધું કે તે સમયે હું સુંઘી નથી શકતી, પણ દુ:ખના સમયમાં શ્વાસ લેતા સમયે તમને મારો આદર કરવાનો રહેશે.’

નિયમ 5: જે પણ વ્યક્તિ મહિલાના અંતિમ સંસ્કારમાં હાજર રહેશે, તેને 5 મિનિટની અંદર પોતાની સ્પીચ ખતમ કરવાની રહેશે.

નિયમ 6: કોઈ પણ વ્યક્તિ કાળા રંગના કપડાઓ પહેરીને નહીં આવશે. મહિલાની ડિમાંડ છે કે, કંઈક કલરફૂલ પહેરીને આવો.

નિયમ 7 : માત્ર સોલ ફૂડ જ આપવામાં આવશે, હાથથી ખાવામાં આવતું ભોજન આપવામાં આવશે નહીં. મહિલા અનુસાર, ‘હું ચિકન, મૈક્રોની વસ્તુઓ અને અન્ય બીજી વસ્તુઓની વાત કરી રહી છું અને હા એક પ્લેટ મારા કોફીનમાં પણ મૂકવામાં આવે.’ સોલ ફૂડ આફ્રિકી અમેરિકન લોકોનું પારંપારિક ભોજન છે.

નિયમ 8: બારની જરૂર રહેશે, ઓછામાં ઓછા દારૂના બે ડ્રીંક્સ લેવા પડશે, જો કોઈ એનાથી ઓછી ડ્રીંક લે છે તો તેને ઘરે નીકળી જવું.

નિયમ 9: જે પણ અંતિમ સંસ્કારમાં શામેલ થશે, તે માત્ર 20 મિનિટ જ રડી શકે છે.

એમ તો મહિલાના આ વીડિયોને સાડા આઠ લાખથી વધુ લોકોએ લાઈક કર્યું છે, તેમજ 9300થી વધુ લોકોએ કમેન્ટ્સ પણ કર્યા છે.

error: Content is protected !!