fbpx

‘સ્ત્રી 2’ રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહી છે, કલ્કી અને ફાઇટરને પણ પાછળ છોડી

Spread the love

રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘સ્ત્રી 2’ સિનેમાઘરોમાં એવી ધૂમ મચાવી રહી છે જેની કોઈએ અપેક્ષા પણ નહોતી કરી. પહેલા જ દિવસથી સિનેમાઘરોમાં દર્શકોને આકર્ષી રહેલી આ ફિલ્મે કમાણીના મોટા રેકોર્ડ્સ તોડી નાખ્યા છે. ગુરુવારે સિનેમાઘરોમાં રીલિઝ થયેલી આ ફિલ્મે છઠ્ઠા દિવસે પણ એટલી કમાણી કરી લીધી છે કે આ વર્ષની મોટી ફિલ્મોનું એટલું તો ઓપનિંગ કલેક્શન પણ નથી રહ્યું. આ સિવાય ‘સ્ત્રી 2’ એ માત્ર 6 દિવસમાં 2018ના ‘સ્ત્રી’ના આજીવન કલેક્શન કરતા બમણી કમાણી કરી લીધી છે.

‘સ્ત્રી 2’ની ધૂમ મંગળવારે પણ ચાલુ રહી હતી અને શુક્રવારે ‘સ્ત્રી 2’ માટે સૌથી ઓછી કમાણીનો દિવસ રહ્યો હતો. કામકાજનો ચાલુ દિવસ હોવા છતા ફિલ્મે શુક્રવારે 35 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યું હતું. ‘સ્ત્રી 2’ની કમાણીમાં પ્રથમ ઘટાડો તેની રીલિઝના છઠ્ઠા દિવસે એટલે કે મંગળવારે આવ્યો હતો.

ટ્રેડ રિપોર્ટ્સ મુજબ સોમવારે 38.40 કરોડ રૂપિયાનું કલેક્શન કરનાર ફિલ્મે મંગળવારે લગભગ 25 કરોડ રૂપિયાની રેન્જમાં કલેક્શન કર્યું છે.

વર્ષની સૌથી મોટી હિન્દી ફિલ્મ ‘કલ્કી 2898 AD’નું ઓપનિંગ કલેક્શન મંગળવારના દિવસે શ્રદ્ધા અને રાજકુમારની ફિલ્મની કમાણી જેટલું પણ નહોતું. પ્રભાસની ફિલ્મને પહેલા દિવસે 22.50 કરોડની ઓપનિંગ મળી હતી. 2024માં હિન્દી ફિલ્મની સૌથી મોટી ઓપનિંગનો રેકોર્ડ ‘સ્ત્રી 2’ પહેલા રિતિક રોશનની ‘ફાઇટર’ (24.60 કરોડ)ના નામે હતો.

‘સ્ત્રી 2’ એ છઠ્ઠા દિવસે આના કરતા વધુ કમાણી કરી છે. 2018માં રીલિઝ થયેલી ‘સ્ત્રી’નું ભારતમાં આજીવન ટોટલ નેટ કલેક્શન 130 કરોડ હતું. જો મંગળવારના અનુમાનને ઉમેરીએ તો ‘સ્ત્રી 2’ એ 6 દિવસમાં અંદાજે રૂ. 267 કરોડની કમાણી કરી છે, જે પ્રથમ ફિલ્મની રકમ કરતા બમણી છે. સોમવાર સુધીમાં, ‘સ્ત્રી 2’નું વર્લ્ડવાઇડ ગ્રોસ કલેક્શન 335 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું. મંગળવારે એકલા ફિલ્મનું નેટ ઈન્ડિયા કલેક્શન રૂ. 25 કરોડ છે, જ્યારે વર્લ્ડવાઇડ ગ્રોસ કલેક્શન રૂ. 350 કરોડને પાર કરી ગયું છે.

error: Content is protected !!