fbpx

સરકાર એવું કયું બિલ લાવી રહી છે કે, ગુજરાતમાં બાબા બાગેશ્વર દરબાર નહીં ભરી શકે

Spread the love

ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર 21 ઓગસ્ટને બુધવારથી શરૂ થવાનું છે અને 3 દિવસ ચાલશે. આ ચોમાસું સત્રમાં કેટલાંક મહત્ત્વના બિલ રજૂ થવાના છે. ખાસ કરીને ભ્રષ્ટાચાર ડામવા અને અંધશ્રદ્ધા દુર કરવા માટે કડક કાયદો બનાવવામાં આવશે.

ગુજરાતમાં માનવ બલિ, ભૂત-ડાકણ, મરચાનો ધુમાડો,ચમત્કારો, અલૌકિક શક્તિની વાત કરીને કોઇના જીવને જોખમમાં મુકવો, વશીકરણ, જાદુ-ટોણાં આ બધી પ્રવૃતિઓ પર પ્રતિબંધ લાગી જશે. છાપાઓમાં આવતી વશીકરણને લગતી જાહેરખબરો પણ બંધ થઇ જશે. બાબા બાગેશ્વર જેવા બાબાઓના દરબારો પણ બંધ થઇ જશે.

બીજું બિલ એવું છે કે અત્યાર સુધી દારૂ અને ડ્રગ્સના કેસોમાં પકડાયેલા વાહનોનો નિકાલ થઇ શકતો નહોતો. હવે આવા વાહનોને હરાજીથી વેચી દેવા માટે કાયદો બનશે. ઉપરાંત કૃષિ અને નોન- એગ્રીકલ્ચરલ લેન્ડમાં સ્પષ્ટતા લાવવા માટે બિલ લાવવામાં આવશે.

error: Content is protected !!