fbpx

રાહુલ ગાંધીના વિરોધ પછી UPSCનો નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો

Spread the love

UPSC મામલે કેન્દ્ર સરકારે પીછે હઠ કરવાની નોબત ઉભી થઇ છે. લેટરલ એન્ટ્રી દ્વારા એપોઇન્ટમેન્ટનો વિવાદ ઉભો થતા આખરે આ નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે UPSC ચેરમેન પ્રીતિ સુદાનને પત્ર લખીને ઓર્ડર રદ કરવા કહ્યું છે. PM મોદીના આદેશ બાદ આ નિર્ણય બદલવાની ફરજ પડી છે.

UPSCએ 17 ઓગસ્ટે લેટરલ ભરતી એન્ટ્રી માટે 45 જગ્યાઓ પર વેકેન્સી બહાર પાડી હતી, જે હવે રદ કરી દેવામાં આવી છે. રાહુલ ગાંધીએ વિરોધ નોંધાવેલો અને કહ્યું હતું કે, લેટરલ એન્ટ્રી દ્વારા SC-ST અને OBCના અધિકારો ખુલ્લેઆમ છીનવાઇ રહ્યા છે. મોદી સરકાર RSSના લોકોની જાહેર સેવક તરીકે ભરતી કરી રહી છે.

error: Content is protected !!