રાહુલ દ્રવિડના કરિયર પર નજર નાખીએ તો તે તમામ ઉતાર-ચઢાવવાળું રહ્યું છે. દ્રવિડની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ 2007 ICC વર્લ્ડ કપના લીગ સ્ટેજથી જ બહાર થઇ ગઇ હતી, ત્યારબાદ તેમની સાથે જ આખી ભારતીય ટીમની નિંદા થઇ. વર્ષ 2007નો વન-ડે વર્લ્ડ કપ કેરેબિયન ધરતી પર રમાયો હતો. તેના 17 વર્ષ બાદ કેરેબિયન ધરતી પર જ ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ પર કબજો કર્યો અને એ સમયે રાહુલ દ્રવિડ ભારતીય ટીમના હેડ કોચ હતા. રાહુલ દ્રવિડ ટીમમાં રહેતા મેચ ફિક્સિંગનો કાળો છાંયો ભારતીય ટીમ પર પડ્યો હતો.
એ સિવાય કોચ ગ્રેગ ચેપલ વિવાદ પણ તેમના સમયમાં થયો હતો. કોઇક પ્રકારે રાહુલ દ્રવિડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ યુવા ભારતીય ક્રિકેટરોને તૈયાર કર્યા. અંડર-19 ટીમના હેડ કોચ બન્યા અને તેમના કાર્યકાળ ભારતીય ટીમ અંડર-19 વર્લ્ડ કપ પણ જીત્યો. ત્યારબાદ ભારતીય ટીમના કોચ બન્યા બાદ કોઇક પ્રકારે ભારતીય ટીમે 11 વર્ષનો ICC ટ્રોફીનું સૂકું ખતમ કર્યું. તેના પર એક ફિલ્મ બની શકે છે. રાહુલ દ્રવિડને પૂછવામાં આવ્યું કે તેમના પર બાયોપિક બની તો લીડ રોલ કોણ કરશે?
આ સવાલ પર રાહુલ દ્રવિડે ખૂબ જ શાનદાર જવાબ આપ્યો, જે ખૂબ વાયરલ થઇ રહ્યો છે. CEAT ક્રિકેટ એવોર્ડ્સમાં રાહુલ દ્રવિડને લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યા. આ ઇવેન્ટમાં જ્યારે રાહુલ દ્રવિડને પૂછવામાં આવ્યું કે જો તમારા પર બાયોપિક બની તો લીડ રોલ કોણ નિભાવશે? તો આ સવાલ પર રાહુલ દ્રવિડે જવાબ આપ્યો કે, જો પૈસા સારા મળશે તો હું પોતે જ આ રોલ નિભાવી લઇશ. રાહુલ દ્રવિડને ધ વૉલના નામથી પણ ઓળખવામાં આવે છે અને તેનું કારણ એ છે કે તેમણે પોતાના કરિયર દરમિયાન ઘણી વખત પોતાના મજબૂત ડિફેન્સથી ભારતીય ટીમને મુશ્કેલીમાંથી કાઢી છે.
રાહુલ દ્રવિડે T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી જીતવાને લઇને કહ્યું કે, સાચું કહું તો હું કંઇ પણ અલગ કરવા માગતો નહોતો. મને લાગે છે કે અમે 2023ના વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. રોહિત અને બાકી ટીમ વિરુદ્ધ વર્લ્ડ કપ 2023 કેમ્પેઇનનો હિસ્સો હતા. દ્રવિડે વધુમાં જણાવ્યું કે, તૈયારીને લઇને અમે બીજું કંઇ નહીં કરી શકતા નહોતા. વર્ષ 2023 વર્લ્ડ કપમાં અમે મેચ જીતી હતી, તો હું કંઇક અલગ કરવા માગતો નહોતો. જ્યારે મેં સપોર્ટ સ્ટાફને તેને લઇને વાત કરી કે શું આપણે કંઇક અલગ કરી શકીએ છીએ? તો બધાએ એમ જ કહ્યું કે, જે આપણે 2023ના વર્લ્ડ કપમાં કર્યું હતું. આપણે ટીમમાં એ જ એનર્જી, એજ વાઇબ રાખવી જોઇએ.