fbpx

BJP સરકાર આ રાજ્યમાં ડાન્સ બાર કરશે બંધ, દારૂની દુકાનો પર ચાલશે બુલડોઝર

Spread the love

ઓરિસ્સાના ગંજામમાં દારૂ કાંડ બાદ રાજ્યની ભાજપ સરકાર મોટી કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, સરકાર હવે રાજ્યભરમાંથી ડાન્સ બારને બંધ કરવા પર વિચાર કરી રહી છે. સાથે જ દારૂની દુકાનો પર બુલડોઝર ચલાવવાની પણ તૈયારી છે. દારૂ કાંડ બાદ આબકારી મંત્રીના રાજીનામાની માગે જોર પકડી લીધો છે. હોબાળા બાદ સરકારે મોટું પગલું ઉઠાવવાની વાત કહી છે. કોંગ્રેસ નેતાએ સરકારના આ પગલાનું સમર્થન કરવાની વાત કહી છે.ઓરિસ્સાના ગંજામ જિલ્લામાં દારૂ પીવાથી કેટલાક લોકોના મોત થઇ ગયા હતા. ત્યારબાદ વિપક્ષી દળ રાજ્યના આબકારી મંત્રીના રાજીનામાની માગ કરવા લાગ્યા હતા. આ દરમિયાન ઓરિસ્સાના આબકારી મંત્રી પૃથ્વીરાજ હરિચંદને મોટું નિવેદન આપ્યું છે. તેમણે શુક્રવારે કહ્યું કે, રાજ્ય સરકાર રાજ્યભરમાં ચાલી રહેલા ડાન્સ બારને પૂરી રીતે બંધ કરવાનું વિચારી રહી છે. વિધાનસભામાં ગંજામ મુદ્દા પર દલીલો શરૂ થઇ હતી. સદનની કાર્યવાહી બાદ આબકારી મંત્રીએ કહ્યું કે, સરકાર બધા ડાન્સ બારને બંધ કરવા પર વિચાર કરી રહી છે કેમ કે એ આપણી ઓડિયા અસ્મિતા વિરુદ્ધ છે. ડાન્સ બારમાં મહિલાઓનું નાચવું આપણી સંસ્કૃતિને અનુરૂપ નથી.ઓરિસ્સા સરકારના મંત્રીએ કહ્યું કે, પૂર્વની સરકાર દ્વારા ગેરકાયદેસર રીતે જે દારૂની દુકાનોને પરમિટ આપવામાં આવી હતી, તેમને ધરાશાયી કરવામાં આવશે. સાથે જ તેમણે આબકારીનીતિને લઇને મોટી વાત કહી. મંત્રી હરિચંદને કહ્યું કે, રાજ્યની આબકારીનીતિ ઓડિયા સંસ્કૃતિને અનુરૂપ હશે. મંત્રીએ જણાવ્યું કે, ધાર્મિક સ્થળો, શાળા અને કૉલેજોની આસપાસ દારૂની દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં નહીં આવે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ પૂર્વ ડાન્સ બાર વર્કર્સે હાલમાં સરકારે ભુવનેશ્વરમાં વિદેશી દારૂની દુકાનોમાં ડાન્સને મંજૂરી આપવાનો અનુરોધ કર્યો હતો.

ગંજામમાં દારૂ પીવાથી થયેલા મોતોના મામલા બાદ ઓરિસ્સા સરકાર પર સતત દબાવ વધી રહ્યો હતો. હવે સરકાર તરફથી આ દિશામાં મોટું પગલું ઉઠાવવાની વાત કહેવામાં આવી છે. ડાન્સ બાર બંધ કરવાના સરકારના નિર્ણયનું વિપક્ષી કોંગ્રેસ પાર્ટીએ સમર્થન કર્યું છે. ધારાસભ્ય તારા પ્રસાદ બહિનીપતિએ કહ્યું કે, યુવાઓ અને વિદ્યાર્થીઓની જિંદગીને સુરક્ષિત બનાવવા માટે ડાન્સ બારને બંધ કરવા જોઇએ. તેમણે ધર્મસ્થળો અને શૈક્ષણિક સંસ્થાઓની નજીક સ્થિત દારૂની દુકાનોને અન્ય જગ્યા પર ખસેડવાની પણ માગ કરી છે.

error: Content is protected !!