fbpx

અંબાણી એવું શું કર્યું કે SEBIએ 5 વર્ષનો પ્રતિબંધ મુકી દીધો, 25 કરોડનો દંડ

Spread the love

સેબીએ અનિલ અંબાણી સહિત અન્ય 24 લોકો સામે મોટું પગલું લીધું છે. અનિલ અંબાણીને 5 વર્ષ માટે સિક્યોરિટીઝ માર્કેટમાં કામકાજ કરવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે અને 25 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

સેબીએ 222 પાનાના અંતિમ આદેશમાં કહ્યું છે કે, અનિલ અંબાણીએ રિલાયન્સ હોમ ફાયનાન્સ લિમિટેડ (RHFL)ના મુખ્ય સંચાલકીય પ્રતિનિધિઓની મદદથી ગેરકાયદે લોનના માધ્યમથી કંપનીના રૂપિયા કાઢી લીધા હતા અને બીજે ટ્રાન્સફર કરી દીધા હતા. એવા વ્યક્તિઓને લોન આપવામાં આવી હતી જે નજીકના હતા અને આ બધા લોન ચૂકવવામાં નિષ્ફળ ગયા હતા. જેને કારણે RHFL ડિફોલ્ટ થઇ ગઇ. અનિલ અંબાણીએ પોતાના પદનો દુરપયોગ કરીને કાવતરુ રચ્યું હતું.

અનિલ અંબાણીને કારણે રોકાણકારોને મોટું નુકશાન થયું. 2018માં RHFLના શેરનો ભાવ 59 રૂપિયા હતો જે કૌભાંડ બહાર આવ્યા પછી માત્ર 75 પૈસા પર પહોંચી ગયો.

error: Content is protected !!