શિખર ધવને ક્રિકેટને અલવિદા કહી દીધી છે. તેણે શનિવારે સવારે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કરીને આ વાતની જાણકારી આપી. ધવન 2 વર્ષથી ભારતીય ટીમમાંથી બહાર હતો. તેના માટે વાપસીનો માર્ગ સરળ નહોતો. તેના માટે તેણે ખૂબ પ્રયાસ કર્યા, પરંતુ સફળ ન થઈ શક્યો. શિખર ધવન શાનદાર બેટ્સમેન રહ્યો છે. તેણે પોતાની બેટિંગથી ભલભલા બેટ્સમેનોને નચાવ્યા છે. શિખર ધવન ભારતીય ટીમમાં ગબ્બર નામથી પ્રખ્યાત છે. શિખર ધવને પોતાની પોસ્ટમાં કહ્યું કે, બધાને નમસ્કાર.. આજે એક એવા વણાંક પર ઊભો છું, જ્યાંથી પાછળ જોવા પર માત્ર યાદો જ નજરે પડે છે અને આગળ જોવા પર આખી દુનિયા.
તેણે કહ્યું કે, મારી હંમેશાં એક જ મંજિલ હતી, ભારત માટે રમવાની. એ થયું પણ, તેના માટે હું ઘણા લોકોનો આભારી છું. સૌથી પહેલા મારો પરિવાર, મારા બાળપણના કોચ તારક સિંહાજી. મદન શર્માજી, જેમની અંડર મેં ક્રિકેટ શીખી. ગબ્બરે આ વીડિયો આગળ ભારતીય ટીમમાં રમવાના અનુભવ પર વાત કરી. ટીમમાં રમ્યા બાદ મને ફેન્સનો પ્રેમ મળ્યો, પરંતુ કહેવાય છે ને કે કહાનીમાં આગળ વધવા માટે પાનાં પલટવા જરૂરી છે. બસ હું પણ એમ જ કરવા જઇ રહ્યો છું. આ વાક્ય કહેતા જ શિખર ધવને ઇન્ટરનેશનલ અને ઘરેલુ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય સંભવાળી દીધો.
તેણે કહ્યું કે, તેના દિલમાં એ વાત માટે સૂકુન છે કે તેણે ખૂબ ક્રિકેટ રમી. તેણે કહ્યું હું ખૂબ આભારી છું BCCI અને DDCAનો, જેમણે મને અવસર આપ્યો અને બધા ફેન્સ. હું પોતે એજ વાત કહું છું કે તું એ વાતથી દુઃખી ન થા કે તું પોતાના દેશ માટે ફરી નહીં રમે, પરંતુ એ વાતની ખુશી પોતાની પાસે રાખ કે તું દેશ માટે રમ્યો અને એ જ મારા માટે સૌથી મોટી વાત છે.
ખેર હવે એ સવાલ ઉઠે છે કે શિખર ધવન શું કરશે? શિખર ધવન કોચિંગ કરી શકે છે, પરંતુ જો તમે ધવનને બોલિવુડ ફિલ્મોમાં કામ કરતા જુઓ તો હેરાની ન થવી જોઈએ. શિખર ધવનને એક્ટિંગ ખૂબ પસંદ છે. તે પોતાનું નાનકડું બોલિવુડ ડેબ્યૂ કરી પણ ચૂક્યો છે. તેણે હુમા કુરેશી અને સોનાક્ષી સિંહાની ફિલ્મ ડબલ XLમાં હુમા સાથે ડાન્સ કર્યો છે. આમ પણ ક્રિકેટ અને બોલિવુડના સંબંધ સારા છે. જો કે, અત્યાર સુધી કોઈ ક્રિકેટર ફિલ્મી દુનિયામાં વધુ સફળ થયો નથી, પરંતુ ધવન તેનો રેકોર્ડ તોડી દે તો હેરાની નહીં થાય.
ધવન ઇન્સ્ટાગ્રામ પર ખૂબ ફેમસ છે અને તેનું કારણ તેના દ્વારા બનાવાતી રીલ્સ છે. તે ખૂબ રોચક અને મજેદાર રીલ્સ બનાવે છે, જે મોટા ભાગે ફિલ્મો પર આધારિત રહે છે. ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ ધવન થોડો આરામ કરવા માગશે અને સમય લઈને ભવિષ્ય પર વિચાર કરી શકે છે, પરંતુ ફિલ્મોની દુનિયામાં, કેટલાક ટી.વી. શૉમાં જો તમે ધવનને જુઓ તો હેરાની ન થવી જોઈએ.