fbpx

સ્ટોક માર્કેટની લત છોડાવે છે આ બાબા, પોતે પણ ગુમાવી ચૂક્યો છે એક કરોડ

Spread the love

આજના સમયમાં લોકોની અંદર પૈસા રોકાણ કરવાને લઇને ખૂબ જ્ઞાન તો આવ્યું છે, રુચિ પણ ઉત્પન્ન થઇ છે. પહેલા લોકો માત્ર સોનાની ખરીદીને જ બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ માનતા હતા. ત્યારબાદ નંબર આવતો હતો પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટનો. ધીરે ધીરે લોકોએ બેન્કમાં પૈસા જમા કરવાની શરૂઆત કરી દીધી. બેન્ક તરફથી મળી રહેલા વ્યાજના કારણે તેમણે જમા કરેલા પૈસા વધતા હતા, પરંતુ સમય સાથે ઇન્વેસ્ટમેન્ટની ઘણી રીતો શોધાઇ ગઇ છે. હવે મ્યૂચ્યુઅલ ફંડ અને સ્ટોક માર્કેટનો જમાનો છે.

પૈસા ડબલ કરવાની ઘણી સ્કીમો બાબતે પણ તમે સાંભળ્યું હશે. કેટલાક લોકો ઓછા સમયામાં વધુ પૈસા કમાવાના ચક્કરમાં સ્ટોક માર્કેટમાં પણ પોતાની જમાપૂંજી લગાવે છે. એ હકીકતમાં ખૂબ પ્રોફિટ આપે છે, પરંતુ તેમાં જોખમ વધુ હોય છે. સ્ટોક માર્કેટમાં ઘણા લોકોના પૈસા ડૂબી જાય છે. ઘણા એવા લોકો છે, જેમણે પોતાની જમાપૂંજી આ સ્ટોક માર્કેટની લતમાં ગુમાવી દીધી છે. સોશિયલ મીડિયા પર બાબા ઘસીટારામ આવ્યો છે, જે લોકોની આ લત છોડાવવાનો દાવો કરે છે.

સોશિયલ મીડિયા પર બાબા ઘસીટારામની દુકાનનું એક બોર્ડ ખૂબ વાયરલ થઇ રહ્યું છે. તેમાં બાબાએ ગેરંટી સાથે સ્ટોક માર્કેટની લત છોડાવવાની વાત લખી છે. બોર્ડમાં લખવામાં આવ્યું છે કે પછી ગમે તેટલી જૂની લત હોય, તેને તે તરત જ છોડાવી દે છે. તેને મળવાનો સમય દર શનિવાર અને રવિવાર હોય છે. બાબા ઘસીટારામ પોતે એક ટ્રેડર રહી ચૂક્યો છે અને તેણે ટ્રેડિંગમાં પોતાના એક કરોડ રૂપિયા ગુમાવી દીધા હતા. આ કારણે હવે તેણે આ લત છોડાવવાનું કામ શરૂ કર્યું છે. અંતમાં બાબાએ પોતાની દુકાનનો એડ્રેસ મેન્શન કર્યો છે.

બાબા ઘસીટારામની આ દુકાનની ચર્ચા ખૂબ દૂર દૂર સુધી થઇ રહી છે. સોશિયલ મીડિયા પર લોકોએ તેને આજના જમાનાની સમાજસેવા બતાવી. તેમણે કમેન્ટમાં બાબા ઘસીટારામની ખૂબ પ્રશંસા કરી. એક યુઝરે લખ્યું કે, બાબા પોતાનું નુકસાન રિકવર કરી રહ્યો છે. તો એક યુઝરે લખ્યું કે, બાકીના દિવસોમાં કદાચ બાબા પણ સ્ટોક માર્કેટમાં પૈસા લગાવી રહ્યો છે. ખેર અમે આ પોસ્ટરની પુષ્ટિ કરતા નથી. સોશિયલ મીડિયા પર વાયરલ કન્ટેન્ટના આધાર પર આ સમાચાર શેર કરવામાં આવ્યા છે.

error: Content is protected !!