fbpx

પ્રાંતિજ સહિત તાલુકા મા મેઘરાજાની મેધમહેર

Spread the love

પ્રાંતિજ સહિત તાલુકા મા મેઘરાજાની મેધમહેર
–  સવારે ૪ થી ૬ મા એક ઇંચ અને ૬ થી ૮ મા બે ઇંચ વરસાદ ખાબકયો
– કુલ ત્રણ ઇંચ વરસાદ ખાબકયો
– રેલ્વેસ્ટેશન વુદાવન સોસાયટી મા ઢીંચણ સમાન વરસાદી પાણી ભરાયુ
– સવારથી પડી રહેલ વરસાદ ને લઈ ને જનજીવન ઉપર અસર જોવા મળી
– ખેતી લાયક મેધ વરસાદ થતા ધરતીપુત્રો મા ખુશીનો માહોલ છવાયો
– નીચાણવાળા વિસ્તારોમા વરસાદી પાણી ભરાયા
               


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ સહિત તાલુકામા વિરામ બાદ મેઘરાજા ની મેધમહેર થઈ ત્રણ દોડ ઇંચ વરસાદ ખાબકયો હતો જેને લઈ ને નીચાણવાળા વિસ્તારો મા પાણી ભરાયા હતા તો વરસાદ ને લઈ ને જનજીવન ઉપર અસર જોવા મળી હતી


   પ્રાંતિજ સહિત તાલુકામા લાંબા વિરામ બાદ મેધરાની અસીમ કુપા થતા પ્રાંતિજ ખાતે ત્રણ ઇંચ વરસાદ ખાબકયો હતો અને શનિવાર ની સવારે પડી રહેલ વરસાદ ને લઈ ને જનજીવન ઉપર પણ અસર જોવા મળી હતી તો વરસાદ પડતા રેલ્વેસ્ટેશન વિસ્તાર મા આવેલ શાન્તિનાથ સોસાયટી , વુદાવન સોસાયટી મા વરસાદી પાણી નો યોગ્ય નિકાલ ના હોય સોસાયટી મા ઢીંચણ સમા વરસાદી પાણી ભરાયુ હતુ ભાંખરીયા હનુમાન મંદિર મા પણ દર વખત ની જેમ વરસાદી પાણી ભરાયુ તો એસટીડેપો પાસે તથા એપ્રોચરોડ માતુછાયા સોસાયટી આગળ વરસાદી પાણી ભરાતા લોકોને હાલકી પડી હતી તો પ્રાંતિજ નાનીભાગોળ સબજેલ પાસે તથા કહાર વાસમા પણ વરસાદી પાણી ભરાયુ હતુ અને ગટરો દ્રારા વરસાદી પાણી ના ખેચતુ હોવાની રાહ પણ ઉઠી હતી તો સબજેલ પાસે રહેણાંક મકાનોમા પાણી ધરોમા ગુસ્તા પાણી ઉલેચવાનો વારો આવ્યો હતો તો ગાજગજના સાથે પડેલ વરસાદ ને લઈ ને પ્રાંતિજ સહિત તાલુકામા ઠંડક પ્રસરી જવા પામી હતી અને નગરજનો તથા તાલુકાના લોકોમા ખુશી જોવા મળી હતી ખેતી લાયક વરસાદ થતા ધરતીપુત્રો મા પણ ખુશીનો માહોલ જોવા મલ્યો હતો ત્યારે ફરી સોસાયટીઓમા વરસાદી પાણી ભરાતા પ્રાંતિજ નગર પાલિકા ની કામગીરી ઉપર અનેક સવાલો ઉભા થયા છે અને ચોમાસા પહેલાની રજુઆતો બાદપણ પાલિકા કુંભકર્ણ ની નિંદ્રા મા ઉગતી રહેતા રહીશોને ભોગવવાનો વારો આવ્યો છે અને અવરનવર ચોમાસા મા વરસાદ પડતા સોસાયટીના રહીશોના ધરોમા વરસાદી પાણી ધુસી જતા રહીશોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે પાલિકા દ્રારા તાત્કાલિક ધોરણે કોઈ યોગ્ય પગલા લેવામા આવે તેવુ સોસાયટી ના રહીશો જણાવી રહ્યા છે

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!