યુક્રેનના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીને ભારત આવવાનું નિમંત્રણ આપ્યું. તેના પર વ્લાદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું કે, તેમને મહાન દેશની યાત્રા કરીને ખુશી થશે. વડાપ્રધાન મોદીએ કીવની લગભગ 9 કલાકની યાત્રા કરી જે 3 દશક અગાઉ યુક્રેન આઝાદ થયા બાદ કોઈ ભારતીય વડાપ્રધાનની પહેલી યાત્રા હતી. બંને નેતાઓ વચ્ચે વાતચીત બાદ મીડિયા બ્રીફિંગ દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, ભારતે રશિયા સાથે પોતાની તેલની ડીલ પર તેમની ચિંતાઓનો જવાબ આપ્યો છે.
વિદેશ મંત્રીના જણાવ્યા મુજબ ભારતે હાલના તેલના બજારની સ્થિતિ, તેની ભારત પર પડતી અસર, રશિયા પાસેથી તેલ ખેરીદવાની ભારતની રણનીતિક જરૂરિયાત અને વર્લ્ડ ઈકોનોમી પર તેની અસર યુક્રેનને સમજાવી. વિદેશ મંત્રી જયશંકરે પુષ્ટિ કરી કે મોદીએ વ્લાદિમીર ઝેલેન્સ્કીને ભારત આવવા નિમંત્રણ આપ્યું છે. તેમણે કહ્યું કે, આ મહત્ત્વપૂર્ણ છે કે અમારા વડાપ્રધાને 1992 બાદ પહેલી વખત યુક્રેનની યાત્રા કરી છે. એવા અવસરો પર સ્વાભાવિક છે કે તેઓ નિમંત્રણ આપે, જેમ કે તેમણે આ મામલે કર્યું. એટલે અમે આશા રાખીએ છીએ કે પોતાની સુવિધા મુજબ વ્લાદિમીર ઝેલેન્સ્કી ભારત આવશે.
સંયુક્ત નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વ્લાદિમીર ઝેલેન્સ્કીને પોતાની સુવિધા મુજબ ભારત આવવાનું નિમંત્રણ આપ્યું. મોદીના નિમંત્રણ બાબતે મીડિયા બ્રીફિંગમાં પૂછવા પર વ્લાદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું કે, તેમને ભારત આવીને ખુશી થશે. તેમણે કહ્યું જ્યારે તમે રણનીતિક ભાગીદારી શરૂ કરો છો અને તમે કેટલીક વાતો શરૂ કરો છો તો મને લાગે છે કે તમારે સમય બરબાદ કરવા અને ખૂબ મોડે સુધી રોકાવાની જરૂરિયાત હોતી નથી. એટલે મને લાગ્યું કે ફરીથી મળવું સારું હશે.
યુક્રેની રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું કે, તેઓ ઈચ્છે છે કે ભારત તેમના દેશના પક્ષમાં હોય. તેમણે કહ્યું કે, મેં તમારા મોટા અને મહાન દેશ બાબતે ખૂબ સાંભળ્યું છે. એ ખૂબ રસપ્રદ છે. મને તમારા દેશની ખૂબ જરૂરિયાત છે. જેવી જ તમારી સરકાર અને વડાપ્રધાન મને મળવા તૈયાર થશે તો મને ભારત આવવામાં ખુશી થશે. સાથે જ તેમણે સૂચન આપ્યું કે, યાત્રા યુક્રેનની સ્થિતિ પર નિર્ભર કરશે. આ દરમિયાન એક સવાલના જવાબમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે, રશિયા સાથે ભારતના ઉર્જા વેપાર પર પણ ચર્ચા થઈ.
વિદેશ મંત્રીએ કહ્યું કે, હા ચર્ચા થઈ. હું વિસ્તારથી નહીં કહું, પરંતુ અમે યુક્રેની પક્ષને સમજાવ્યો કે ઉર્જા બજારની હાલની સ્થિતિ કેવી છે. અહી સુધી કે આજે ઘણા ઉત્પાદનો પર પ્રતિબંધ લગાવી દીધો છે, જેનાથી બહારની હાલત સંભવિત રૂપે ખૂબ મુશ્કેલ થઈ ગઈ છે. એ માત્ર મજબૂરી નથી, મારો મતલબ છે કે એ સમગ્ર રૂપે આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થાના હિતમાં છે કે તેલની કિંમતો ઉચિત અને સ્થિર રહી. જો ભારતને અત્યારે ગલ્ફ અને બીજા તેલ નિકાસકાર દેશોની તુલનામાં રશિયા પાસેથી અપેક્ષાકૃત ઓછી કિંમતોમાં મળી રહ્યું છે.
યુક્રેન યુદ્ધ અગાઉ ભારત રશિયાની જગ્યાએ આજ દેશો પાસેથી તેલ આયાત કરતો હતો. પરંતુ વોર બાદ પરિસ્થિતિ બદલાઈ. હવે જો ભારત મોંઘા તેલનું આયાત કરે છે તો તેનાથી ન માત્ર ભારતની અર્થવ્યવસ્થા પ્રભાવિત થશે, પરંતુ દુનિયા પર તેનો પ્રભાવ પડશે કેમ કે ભારત દુનિયાની સૌથી ઝડપથી ઉભરતી અર્થવ્યવસ્થા છે. જો ભારત ખાડી કે અન્ય દેશો પાસેથી તેલનું આયાત કરતો તો તે રશિયાની તુલનામાં વધુ મોંઘું પડશે. આ અસર ભારતની ઈકોનોમી પર પડશે અને અપ્રત્યક્ષ રૂપે તેનાથી દુનિયાની અર્થવ્યવસ્થા પણ પ્રભાવિત થશે.
રશિયા પાસે તેલ ખરીદીને ભારતે પોતાનો વિદેશી વેપાર અને તેલ ખાતાને સંતુલિત કર્યું છે. સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એરના એક રિપોર્ટ મુજબ ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો તેલ ઉપભોક્તા અને આયતક દેશ છે, જેણે જુલાઈમાં રશિયા પાસેથી 2.8 બિલિયન ડોલરનું કાચું તેલ ખરીદ્યું, જે ચીન બાદ બીજા નંબર પર છે જે રશિયાનો સૌથી મોટો આયતક બન્યો છે.
રશિયા ભારત માટે કાચા તેલનો સૌથી મોટો પુરવઠાકાર બનીને ઉભર્યો છે. જેથી રિફાઇનરીઓમાં પેટ્રોલ અને ડીઝલ જેવા ઇંધનમાં રિફાઇન કરવામાં આવે છે. ફેબ્રુઆરી 2022માં યુક્રેન પર હુમલા બાદ કેટલાક યુરોપીય દેશોએ મોસ્કો પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દીધું હતું, ત્યારબાદ રશિયાએ તેલ પર ડિસ્કાઉન્ટ આપવાનું શરૂ કર્યું અને ભારતે તેનો ફાયદો ઉઠાવ્યો. યુક્રેન યુદ્ધ અગાઉ ભારતનો રશિયા પાસેથી તેલનું કુલ આયાત તેલના 1 ટકાથી પણ ઓછું હતું, પરંતુ હવે ભારતની કુલ તેલ ખરીદનો લગભગ 40 ટકા છે.