fbpx

3 વખત મેચ થઈ ટાઈ, ત્રીજી સુપર ઓવરમાં નીકળ્યું રોમાંચક પરિણામ, મનીષ પાંડે…

Spread the love

બેંગ્લોર બ્લાસ્ટર્સ વર્સિસ હુબલી ટાઇગર્સ વચ્ચે મેચે ફેન્સના શ્વાસ અદ્ધર કરી દીધા હતા. શુક્રવારે કર્ણાટક રાજ્ય ક્રિકેટ સંઘની મહારાજ T20 ટ્રોફીની હાલની સીઝનની બેંગ્લોર બ્લાસ્ટર્સ અને હુબલી ટાઇગર્સ વચ્ચે રમાયેલી 17મી મેચ 3 વખત ટાઇ થઇ. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી હુબલી ટાઇગર્સે મયંક અગ્રવાલની આગેવાનીવાળી બેંગ્લોર બ્લાસ્ટર્સ સામે સીમિત 20 ઓવરમાં 165 રનનું લક્ષ્ય રાખ્યું હતું, પરંતુ બેંગ્લોર બ્લાસ્ટર્સની ટીમ સીમિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 164 રન જ બનાવી શકી.

મેચ ટાઇ રહી અને તેનો નિર્ણય સુપર ઓવરમાં આવ્યો. જો કે, અહી પણ 2 વખત સુપર ઓવર પણ ટાઇ રહી. ત્યારબાદ ત્રીજી સુપર ઓવરમાં મનીષ પાંડેના નેતૃત્વવાળી હુબલી ટાઇગર્સની ટીમે છેલ્લા બૉલ પર મેચ પોતાના નામે કરી. મેચ ટાઇ રહ્યા બાદ બંને ટીમોએ પહેલી સુપર ઓવર રમી, જે ટાઇ રહી. પહેલી સુપર ઓવરમાં બેંગ્લોર બ્લાસ્ટર્સે 11 રનનું લક્ષ્ય રાખ્યું, તેના જવાબમાં હુબલી ટાઇગર્સની ટીમ 10 રન જ બનાવી શકી. ત્યારબાદ બીજી સુપર ઓવર થઇ અને તેમાં પહેલા હુબલી ટાઇગર્સની ટીમે બેટિંગ કરતા 9 રનનું લક્ષ્ય રાખ્યું હતું.

તેના જવાબમાં બેંગ્લોરની ટીમ પણ એક વિકેટ ગુમાવીને 8 રન જ બનાવી શકી, ત્યારબાદ ત્રીજી સુપર ઓવરમાં બેંગ્લોર બ્લાસ્ટર્સે 13 રનોનો ટારગેટ આપ્યો, તેના જવાબમાં હુબલીએ છેલ્લા બૉલ પર ચોગ્ગો મારીને મેચ સુપર ઓવરમાં પોતાના નામે કરી. મયંક અગ્રવાલના નેતૃત્વવાળી બેંગ્લોર બ્લાસ્ટર્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. મનીષ પાંડેની ટીમ હુબલીએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યા.

હુબલીની શરૂઆત સારી ન રહી અને બીજી ઓવરમાં જ થિપા રેડ્ડી 7 રન બનાવીને આઉટ થઇ ગયો. તાહાએ 14 બૉલમાં 31, વિકેટકીપર કૃષ્ણન શ્રીજીત 9, કાર્તિકેય કે.પી. 13 રન, અનીશ્વર ગૌતમ 24 બૉલમાં 30 રન અને કેપ્ટન મનીષ પાંડેએ 22 બૉલમાં 33 રન બનાવ્યા. કેપ્ટને સૌથી વધુ રન બનાવ્યા. મનવંત કુમારે 15 બૉલમાં 27 રનની ઇનિંગ રમી. બેંગ્લોર તરફથી લવિશ કૌશલે 4 ઓવરમાં 17 રન આપીને 5 વિકેટ લીધી.

તેના જવાબમાં બેંગ્લોર બ્લાસ્ટર્સની શરૂઆત સારી ન રહી અને પહેલી જ ઓવરમાં ખાતું ખોલ્યા વિના એલ.આર. ચેતન આઉટ થઇ ગયો. ત્યારબાદ નીરંજન અને કેપ્ટન મયંક અગ્રવાલે ઇનિંગ સંભળી અને બીજી વિકેટ માટે 41 રનની ભાગીદારી કરી. નીરંજન 13 બૉલમાં 19 રન બનાવીને આઉટ થઇ ગયો. ત્યારબાદ બેંગ્લોરે નિયમિત અંતરે વિકેટ ગુમાવી. શુભાંગ હેગાડે ખાતું પણ ન ખોલી શક્યો.

વિકેટકીપર બેટ્સમેન શિવકુમાર રક્ષિતે 11 રન અને કેપ્ટન મયંક અગ્રવાલ 34 બૉલમાં 54 રનની શાનદાર ઇનિંગ રમીને આઉટ થયા. સૂરજે 20 બૉલમાં 26, જોશીએ 17 રનનું યોગદાન આપ્યું. હુબલી તરફથી મનવંત કુમારે 4 વિકેટ લીધી. બેંગ્લોરની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 164 રન જ બનાવી શકી અને મેચ ટાઇ રહી. છેલ્લી ઓવરમાં બેંગ્લોરની ટીમને જીત માટે 6 રન જોઇતા હતા, પરંતુ ટીમ 5 રન જ બનાવી શકી. છેલ્લા બૉલ પર ક્રાંતિ કુમાર રન આઉટ થઇ ગયો. ત્યારબાદ 2 સુપર ઓવર પણ ટાઇ રહી અને ત્રીજી સુપર ઓવરમાં હુબલીએ મેચ જીતી લીધી.

error: Content is protected !!