fbpx

ટોપની શાળા બનાવનાર સુરતના આચાર્યને ઘરે બેસવાનો વારો કેમ આવ્યો?

Spread the love

સુરત શિક્ષણ સમિતિ સંચાલિત એક શાળાના આચાર્યને ઘરે બેસાડી દેવામાં આવ્યા છે. તેમની પર આરોપ છે કે તેમણે શાળાના લગભગ1 162 બાળકોને કોઇ પણ કારણ વગર L.C. આપીને શાળામાંથી કાઢી મુક્યા હતા. રાજ્ય શિક્ષણ મંત્રીના આદેશને પગલે શિક્ષણ સમિતિના કર્મચારીઓ મોડી રાત્રે આચાર્યના ઘરે જઇને સસ્પેન્શનનો ઓર્ડર આપ્યો હતો.

સુરતના પાલનપોર વિસ્તારમાં આવેલી શાળા નં 318ના આચાર્ય વિજય ઝાંઝરુકીયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. નવાઇની વાત એ છે કે ઝાંઝરુકીયાએ તેમની શાળાને મોર્ડન શાળા બનાવવા માટે જાતે મહેનત કરી હતી. તેમની શાળાનું નામ ગુજરાતમાં જાણીતું બન્યું હતું અને વાલીઓ આ શાળામાં પ્રવેશ મેળવવા માટે લાઇન લગાવતા હતા. જો કે નવાઇની વાત એ પણ છે કે તેમને સસ્પેન્ડ કરવાની સાથે ઉત્રાણ વિસ્તારની પ્રતિષ્ઠીત શાળામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

error: Content is protected !!