fbpx

અમેરિકન કંપનીએ ઈન્ફોસિસ પર કર્યો કેસ, લગાવ્યો ગંભીર આરોપ, IT દિગ્ગજે કર્યું ખંડન

Spread the love

અમેરિકાની દિગ્ગજ સોફ્ટવેર કંપની Cognizantની સહાયક કંપની ટ્રાઇજેટ્ટોએ એક કોર્ટમાં ભારતીય IT દિગ્ગજ ઈન્ફોસિસ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. અમેરિકન કંપનીએ ભારતની IT કંપની પર હેલ્થ ઈન્શ્યોરન્સ સોફ્ટવેર સાથે સંબંધિત વેપાર રહસ્યોનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. અમેરિકન કંપનીનો દાવો છે કે ઇન્ફોસિસે કંપિટિટિવ પ્રોડક્ટ્સ ડેવલપ કરવા માટે Cognizantના ડેટાબેઝ સુધી ગેરકાયદેસર સુધી પહોંચ બનાવી છે. અમેરિકન દિગ્ગજ સોફ્ટવેર કંપની Cognizantએ તેને લઈને સત્તાવાર કોઈ ટિપ્પણી કરી નથી, પરંતુ ઇન્ફોસિસે આરોપોનું ખંડન કર્યું છે.

ઇન્ફોસિસે કહ્યું કે, અમને કેસ બાબતે જાણકારી છે. અમે આ આરોપોનું ખંડન કરીએ છીએ અને કોર્ટમાં પોતાનો પક્ષ રાખીશું. Cognizantનું સોફ્ટવેર ટ્રાઇજેટ્ટો દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે. તેમાં ફેસેટ્સ અને QNXT પ્લેટફોર્મ સામેલ છે, જેનો ઉપયોગ સ્વાસ્થ્ય વીમા કંપનીઓ દ્વારા પ્રશાસનિક પ્રક્રિયાઓને સરળ બનાવવા માટે કરવામાં આવે છે. કેસ મુજબ ઈન્ફોસિસ પર આરોપ છે કે કંપનીએ ટ્રાઇજેટ્ટોના સોફટવેરનો દુરુપયોગ કરીને ટેસ્ટ કેસિસ ફોર ફેસેટ્સ’ નામની એક કંપેટેટિવ પ્રોડક્ટ્સ બનાવી. તેમાં ટ્રાઇજેટ્ટોના ડેટાનો ફરીથી ઉપયોગ કરવામાં આવ્યો.

એ સિવાય અમેરિકન કંપનીએ કેસમાં ઈન્ફોસિસ પર QNXTમાંથી ગોપનીય જાણકારી અને વેપાર રહસ્યના ડેટા કાઢવા માટે સોફ્ટવેર વિકસિત કરવાનો આરોપ લગાવ્યો છે. હવે Cognizant આર્થિક નુકસાનની ભરપાઈ અને ઇન્ફોસિસને પોતાનો ગોપનીય ડેટાનો ઉપયોગ કરતા રોકવા માટે એક્શન લેવાની માગ કરી રહી છે. આ કાયદાકીય કાર્યવાહી બંને કંપનીઓ વચ્ચે વધતા તણાવના દૌર બાદ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, એક અઠવાડિયા અગાઉ Cognizantએ ઈન્ફોસિસના પૂર્વ કાર્યકારી રાજેશ વારિયારને પોતાના નવા CMD બનાવ્યા હતા. Cognizantના હાલના CEO રવિ કુમારનો પણ ઇન્સોફિસમાં સારી પકડ છે. કંપિટિશન વધું વધારતા ઇન્ફોસિસે 8 મહિના અગાઉ થયેલા વિવાદમાં Cognizant પર કર્મચારીઓને ખોટી રીતે પોતાની સાથે જોડવાનો આરોપ લગાવ્યો હતો.

error: Content is protected !!