fbpx

ભારતના ધીરજની પરીક્ષા લઈ રહ્યુ છે બાંગ્લાદેશ! પહેલા 5 ભારતીયોને પકડ્યા અને હવે..

Spread the love

બાંગ્લાદેશમાં શેખ હસીના સરકાર વિરુદ્ધ વાગેલા બ્યૂગલ બાદ જ ભારત-બાંગ્લાદેશ સીમા પર તણાવ જોવા મળી રહ્યો છે. હવે બોર્ડર ગાર્ડ્સ બાંગ્લાદેશ (BGB)એ ભારત-બાંગ્લાદેશ સીમા પાસે પહેલાથી જ ચાલી રહેલા કેટલ ફેન્સિંગ (પશુઓ માટે વાડ)ના કામને રોકી દીધું. બંને દેશોના પશુઓને એક-બીજા દેશમાં ન ઘૂસવા દેવા માટે વર્ષો અગાઉથી આ વાડ બનાવવામાં આવી રહી હતી. એવામાં અચાનક બાંગ્લાદેશી સેના દ્વારા કર્મચારીઓ પાસે આવીને કામ રોકવા કહેવું અને બંધ પડી જવું ઘણા પ્રકારના સવાલ ઊભા કરવા સાથે જ બંને દેશો વચ્ચે તણાવ પણ ઉત્પન્ન કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, આ વાડ સીમા પર નહીં, સીમા પાસે બની રહી હતી. BSFના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે પશુઓની વાડનું નિર્માણ બંને દેશો વચ્ચે 2012માં થયેલી સમજૂતી મુજબ કરવામાં આવી રહ્યું છે. જ્યારે અમારા કર્મચારી પશુઓ માટે વાડના નિર્માણની દેખરેખ કરી રહ્યા હતા, ત્યારે BGBના કર્મચારી ત્યાં આવ્યા અને તેમણે આપત્તિ દર્શાવી. આ સીમા પર વાડ પણ નહોતી. એક દેશના પશુ બીજા દેશમાં ન ઘૂસે એટલે આ વાડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે કેમ કે મોટાભાગે આ કારણે બંને તરફના ગામના લોકોમાં વિવાદ થઈ જાય છે.

BGB અને BSF બટાલિયનના કમાન્ડેન્ટે આ મુદ્દાને શાંતિપૂર્ણ ઢંગે ઉકેલવા માટે સીમા પર ફ્લેગ મીટિંગમાં કોઈ સમાધાન ન નીકળ્યું અને કામ રોકાઈ ગયું છે. અધિકારીઓના સંદર્ભે રિપોર્ટ કહે છે કે આ મામલો ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં દિલ્હીમાં થનારી બંને દેનાઓના મહાનિર્દેશકોની બેઠકમાં ઉઠાવવામાં આવશે. સીમાની બંને તરફ કોઈ હિંસા નથી, પરંતુ બંને સેનાઓ તરફથી પેટ્રોલિંગ વધારી દેવામાં આવી છે. પરંતુ તેની સાથે જ બંને સીમા સુરક્ષા બળોના પ્રમુખ 4096.7 કિલોમીટર લાંબી ભારત-બાંગ્લાદેશ સીમા પર મુદ્દાઓની ચર્ચા કરવા માટે વર્ષમાં 2 વખત મળે છે.

આ વર્ષે 5 માર્ચે ગત બેઠકમાં બાંગ્લાદેશમાં થઈ હતી. BGBએ આગામી બેઠકની તારીખની પુષ્ટિ કરવાની છે. ગયા અઠવાડિયે જ BGBએ 5 ભારતીય નાગરિકોને પરત કરવાનો ઇનકાર કરી દીધો જે ભૂલથી બાંગ્લાદેશના જળ વિસ્તારમાં જતા રહ્યા હતા. આ 5 લોકો ગંગામાં તસ્કરી કરાયેલા પશુઓને બચાવવામાં BSFની મદદ કરી રહ્યા હતા, પરંતુ સ્પીડ બોટમાં ખરાબીના કારણે પ્રવાહ તેમને બાંગ્લાદેશ તરફ લઈ ગઈ ગયો. ઘણી વખત ફ્લેગ મીટિંગ થઈ, પરંતુ BGBએ તેમને પરત ન સોંપ્યા, પરંતુ બાંગ્લાદેશની જેલમાં બંધ કરી દીધા.

બાંગ્લાદેશમાં નોબેલ પુરસ્કાર વિજેતા અને માઇક્રોફાઇનાન્સના અગ્રણી મુહમ્મદ યુનુસના નેતૃત્વમાં એક વચગાળાની સરકાર ચાલી રહી છે. હિંસા અને રમખાણોના દૌર વચ્ચે ઘણા લોકો, ખાસ કરીને હસીનાની અવામી લીગના સમર્થકો કે સભ્યોએ ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો, જેનાથી BSFએ દેખરેખ વધારી દીધી છે. આમ તો BGBએ ગેરકાયદેસર અને લઘુમતીઓની સુરક્ષા સાથે જોડાયેલા મામલાઓ પર સારી પ્રતિક્રિયા આપી છે, પરંતુ ઘણા મામલે વસ્તુઓ બદલાતી નજરે પડી છે, ખાસ કરીને પૂર્વી સીમા પર.

error: Content is protected !!