ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ એક મહત્ત્વનો આદેશ કર્યો છે અને ગ્રાહકોને છેતરતી કંપનીઓ સામે લાલ આંખ કરી છે. ઓથોરિટીએ ઇ-કોમર્સના પ્લેટફોર્મ પર A-1 અને A-2 પ્રોટીન યૂક્ત દુધ, ધી માખણ અને દહીં જેવા ઉત્પાદનો વેચવા પર પ્રતિબંધ મુકી દીધો છે. ઓથોરિટીએ આદેશમા કહ્યું છે કે, આજ પછી કોઇએ પણ તેમના પેકેજિંગ પર A-1 અને A-2નું લેબલ લગાડવું નહીં. જો કે જેમના લેબલ પહેલાથી પ્રિન્ટ થયેલા છે તેમને 6 મહિનાની છૂટ આપવામાં આવી છે.
જે ઘી બજારમાં 700થી 1000 રૂપિયે કિલોના ભાવે વેચાય છે તેના આ લોકો A-1 અને A2 પ્રોટીનયુક્ત દૂધમાંથી બનેલા પ્રોડક્ટ્સ લખીને 3,000થી 5,000 રૂપિયે કિલો વસુલતા હતા. ઓથોરિટીએ કહ્યું છે કે ગ્રાહકોને છેતરવામાં આવતા હતા.