fbpx

ઉકાઇ ડેમના 11 દરવાજા ખોલી દેવાયા, તાપી બે કાંઠે વહેતી થઇ

Spread the love

સુરતના ડિઝાસ્ટર મેનેજમેન્ટનો એક પત્ર સોશિયલ મીડિયમાં વાયરલ થયો છે. જેમાં પાલિકા, માંડવી કામરેજ બારડોલીના નાયબ કલેક્ટરો , તાલુકા વિકાસ અધિકારી અને નગર પાલિકાના ચીફ ઓફિસરને એલર્ટ રહેવા કહેવાયું છે. ઉકાઇ ડેમનું લેવલ 335 ફુટ પર પહોંચ્યું છે અને ઉપરવાસમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને ઉકાઇમાંથી 1. 25 લાખ ક્યુસેક પાણી છોડવાનું નક્કી કરવામાં આવ્યું છે.

જે મુજબ રવિવારે ઉકાઇના 11 દરવાજા ખોલી દેવામાં આવ્યા હતા અને પાણી 1.25 લાખ ક્યુસેકને બદલે 1.75 લાખ ક્યુસેકથી વધારે છોડવામાં આવી રહ્યું છે, જેને કારણે તાપી નદી બે કાંઠે વહેતી થઇ છે. નીચાણવાળા વિસ્તારોને મોનેટરીંગ કરવાની સુચના આપવામાં આવી છે.

બીજી તરફ સુરતનો કોઝવે તેની 6 મીટરની ભયનજનક સપાટી પાર કરી ગયો છે અને 9 મીટરે પહોંચી ગયો છે. સલામતી માટે કોઝવેને બંધ કરી દેવામાં આવ્યો છે.

error: Content is protected !!