fbpx

CSK ધોની, ઋતુરાજ સહિત આ 6 ખેલાડીઓને કરી શકે છે રિટેન

Spread the love

IPL 2025ની હરાજીની તારીખ તો સામે આવી નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે તેનું આયોજન ડિસેમ્બરમાં કરી શકાય છે. IPL 2025ની હરાજી અગાઉ આ વખત ઘણા પ્રકારના પેંચ સામે આવી રહ્યા છે, જેને લઈને BCCI અને ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે વાતચીત ચાલી રહી છે અને હરાજી અગાઉ બોર્ડ દ્વારા ફાઇનલ નિર્ણય બતાવી દેવામાં આવશે. આ વખત ખેલાડીઓને રિટેન કરવાને લઈને ખૂબ વાતો સામે આવી રહી છે અને ઘણા મીડિયા રિપોર્ટ્સ મુજબ BCCI તેને 4થી વધારીને 6 કરી શકે છે.

IPL 2025 માટે થનાર મેગા ઓક્શન અગાઉ જો BCCI તરફથી ખેલાડીઓને રિટેન કરવાની સંખ્યા 4થી વધારીને 6 કરી દેવામાં આવે છે તો ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) કયા 6 ખેલાડીઓને રિટેન કરી શકે છે તેની બાબતે તમને જણાવીએ. CSKમાં આ સમયે કુલ 25 ખેલાડીઓમાંથી ઓવરસીઝ ખેલાડીઓની સંખ્યા 8 છે જ્યારે 17 ભારતીય ખેલાડી છે, જેમાં કેપ્ડ અને અનકેપ્ડ ખેલાડી સામેલ છે. CSK એવી ટીમ છે જે પોતાના ખેલાડીઓ પર ભરોસો દેખાડે છે અને તેમને પૂરી રીતે બેક કરે છે.

IPL 2025 માટે CSK જે ખેલાડીઓને રિટેન કરી શકે છે તેમાં પહેલું નામ ટીમના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડનું છે. જેને IPL 2024 અગાઉ મહેન્દ્ર સિંહ ધોનીની જગ્યાએ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ઋતુરાજ ન માત્ર સારો કેપ્ટન છે, પરંતુ શાનદાર બેટ્સમેન છે. આ લિસ્ટમાં બીજું નામ રવીન્દ્ર જાડેજાનું હોય શકે છે, તે ટીમમાં શાનદાર ઓલરાઉન્ડર છે. જો કે, જાડેજાએ T20 ઇન્ટરનેશનલમાંથી સંન્યાસ લઈ લીધો છે. CSK જે ખેલાડીઓને રિટેન કરી શકે છે તેમાં ત્રીજું નામ શિવમ દુબે હોય શકે છે જે શાનદાર ઓલરાઉન્ડર છે અને તે ભારત માટે T20 વર્લ્ડ કપ 2024માં પણ રમ્યો હતો.

CSK દ્વારા જે 6 ખેલાડીઓને રિટેન કરવાની સંભાવના છે તેમાં ચોથા નંબર પર મથિશા પથિરાના હોય શકે છે, જે શાનદાર બોલર છે. તેણે 20 મેચોમાં આ ટીમ માટે અત્યાર સુધી 34 વિકેટ લીધી છે અને તેનું એક્શન લસિથ મલિંગા જેવું છે. પૂર્વ કેપ્ટન ધોનીને પથિરાના પર ખૂબ વિશ્વાસ છે અને તે ટીમ માટે મહત્ત્વનો પણ સાબિત થયો છે. હવે આ લિસ્ટમાં છઠ્ઠા નંબર પર મહેન્દ્ર સિંહ ધોની હોય શકે છે. ધોની પણ સ્પષ્ટ કરી ચૂક્યો છે કે તે પણ રિટેન કરાનાર ખેલાડીઓની સંખ્યા પર નિર્ણયની રાહ જોઈ રહ્યો છે.

IPL 2025ના મેગા ઓક્શન બાદ CSKની ટીમ પૂરી રીતે બદલાયેલી નજરે પડશે. એક તરફ જ્યાં ઋતુરાજ ગાયકવાડ, ધોની, જાડેજા શિવમ દુબે, ડેવોન કોનવે અને પથિરાના જેવા ખેલાડીઓને રિટેન કરી શકે છે તો આ ટીમ ઘણા ખેલાડીઓને રીલિઝ પણ કરશે, જેમાં અજિંક્ય રહાણે, રચીન રવીન્દ્ર, દીપક ચાહર, શાર્દૂલ ઠાકુર, મુસ્તફિઝુર રહમાન, મુકેશ ચૌધરી, તુષાર દેશપાંડે, શેખ રશિદ, મિચેલ સેન્ટરનર જેવા ખેલાડીઓ હશે.

CSKની આખી ટીમ IPL 2024

એમ.એસ. ધોની, મોઈન અલી, દીપક ચહર, ડેવોન કોનવે, તુષાર દેશપાંડે, શિવમ દુબે, કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ, રાજવર્ધન હંગરગેકર, રવિન્દ્ર જાડેજા, અજય મંડલ, મુકેશ ચૌધરી, મથિશા પથિરાના, અજિંક્ય રહાણે, શેખ રશીદ, મિશેલ સેન્ટનર, સિમરજીત સિંહ, નિશાંત સિંધુ, પ્રશાંત સોલંકી, મહિશ તિક્ષ્ણા, રચિન રવિન્દ્ર, શાર્દુલ ઠાકુર, ડેરીલ મિચેલ, સમીર રિઝવી, મુસ્તફિઝુર રહમાન, અવનીશ રાવ અરવલી.

error: Content is protected !!