fbpx

ગુજરાત પર 3 સિસ્ટમ સક્રિય છે, જાણો આગામી દિવસે કેવો પડશે વરસાદ

Spread the love

ગુજરાતના હવામાન વિભાગે કહ્યું છે કે 3 સિસ્ટમ સક્રીય થવાને કારણે રાજ્યમાં 29 ઓગસ્ટ સુધી મુશળધાર વરસાદ પડશે. લોકોને એ જાણવામાં રસ છે કે સોમવારે જન્માષ્ટમીના દિવસે વરસાદ કેવો રહેશે?

ઓફશોર ટ્રફ મહારાષ્ટ્રથી કેરળ તરફ હતુ તે આગળ વધીને દક્ષિણ ગુજરાત તરફ સક્રીય થયું છે, બિકાનેર પર મોનસુન સક્રીય હતું તે ગુજરાત તરફ આગળ વધીને જેસલમેર પર સક્રીય થયું છે અને બંગાળની ખાડી પર સર્જાયેલું લો –પ્રેસર ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશ ઉપર સક્રીય થયું છે જે 26-27 તારીખે ગુજરાત પર સક્રીય થશે.

26 ઓગસ્ટ જન્માષ્ટમીના દિવસે અમરેલી, ભાવનગર, ભરુચ, વડોદરામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મતલબ કે અત્યંત ભારે વરસાદ પડશે.જ્યારે ગીર સોમનાથ, દિવ, જુનાગઢ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ,પંચમહાલ, છોટા ઉદેપુર, સુરત, નર્મદા,નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેંજ એલર્ટ છે.

error: Content is protected !!