ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જશશક્તિ મંત્રી સી. આર. પાટીલના પુત્ર જિગ્નેશ પાટીલે આ વખતે જન્માષ્ટમીના તહેવારમાં યુથ ફોર ગુજરાતના નેજા હેઠળ લિંબાયતમાં 35 ફુટની માટલીનું આયોજન કર્યું છે અને જે માટલી ફોડશે તેમને 1.51 લાખના ઇનામની જાહેરાત કરી છે. 2 મહિલા મંડળો માટે પણ 25-25 ફુટની માટલીનું આયોજન છે અને તેમને 51,000- 51,000ના ઇનામો આપવામાં આવશે.
એટલી એવી ચર્ચા શરૂ થઇ છે કે, શું જિગ્નેશ પાટીલ ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે? પત્રકાર પરિષદમાં જિગ્નેશ પાટીલને જ્યારે આ વિશે સવાલ પુછાયો ત્યારે તેમણે કહ્યુ કે, હું પાર્ટી પાસે ટિકિટ માંગવાનો નથી. મતલબ કે જિગ્નેશે ચૂંટણી લડવાની ના નથી પાડી. સી. આર. પાટીલ આમ પણ 4 વખત સાંસદ બની ચૂક્યા છે અને તેમની તબિયત પણ નરમ ગરમ રહેતી હોય છે.જિગ્નેશ તેમનો એકનો એક પુત્ર છે એટલે વારસો જાળવવા તૈયારી શરૂ કરી હોવાનું કહેવાય છે.