બપોરે ૧૬ મીનીટ મા એક ઇંચ વરસાદ ખાબકયો
પ્રાંતિજ માં રાત્રી દરમ્યાન ગાજવિજ તેજ પવન સાથે વરસાદ
– વહેલી સવારે એક વુક્ષ ધરાશાયી થતા સોસાયટી નો રસ્તો બંધ થયો
– પ્રાંતિજ મા મોસમ નો કુલ વરસાદ ૮૩૪ એમએમ એટલેકે સાડા તેત્રીસ ઇંચ વરસાદ પડયો
– જિલ્લામા સોવ થી વધુ વરસાદ પ્રાંતિજ મા પડયો છે
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે રાત્રી દરમ્યાન ગાજવિજ તેજ પવન સાથે વરસાદ ખાબકયો હતો તો વહેલી સવારે તેજ પવન ને લઈ ને એક લીમડા નુ વુક્ષ ધરાશાયી થયુ હતુ તો બપોર ના સમયે ૧૬ મીનીટ મા એક ઇંચ વરસાદ ખાબકયો
લાંબા વિરામ બાદ મેધરાજાએ ફરી બેટિંગ ચાલુ કરતા પ્રાંતિજ સહિત તાલુકા મા બે દિવસ થી વરસાદી માહોલ જામ્યો છે અને મેઘરાજાની મેધમહેર જોવા મળી રહી છે તો રાત્રી ના સમયે તેજ પવન ગાજવિજ સાથે વરસાદ વરસ્યો હતો તો તેજ પવન અને વરસાદ ને લઈ ને પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર આવેલ આશીર્વાદ સોસાયટી આગળ ગેટ બહાર સોમવાર ની વહેલી સવારે મહાકાય વિશાળ લીમડા નુ ઝાડ ધરાશાયી થતા સોસાયટી ના રહીશો નો રસ્તો બંધ થયો હતો જોકે સદનસીબે વહેલી સવારે ઝાડ ધરાશાયી થતા મોટી જાન હાની ટળી હતી અને ઝાડ પડતા સોસાયટી મા આવન જાવન નો રસ્તો બંધ થતા રહીશોએ પ્રાંતિજ પાલિકા મા જાણ કરતા પ્રાંતિજ ફાયર ટીમ સહિત પાલિકા નો સ્ટાફ દોડી આવ્યો હતો અને જેસીબી ની મદદત થી રસ્તા વચ્ચે પડેલ ઝાડ ને દુર કરવામા આવ્યુ હતુ અને રસ્તો ખુલ્લો કરવામા આવ્યો હતો તો સોમવાર ના બપોર ના ૧૨.૫૫ થી ચાલુ થયેલ ૧.૧૧ સુધીમા માત્ર ૧૬ મીનીટ મા એક ઇંચ વરસાદ ખાબકયો હતો ત્યારે હાલતો પ્રાંતિજ સહિત તાલુકામા મેધરાજા મહેરબાન થતા
આ વર્ષે શરૂઆત થીજ જિલ્લામા વરસાદ મા પ્રાંતિજ આગળ જોવા મલી રહ્યુ છે અને કુલ બપોર સુધીમા પ્રાંતિજ મા મોસમ નો કુલ વરસાદ-૮૩૪ એમએમ એટલેકે સાડા તેત્રીસ ઇંચ વરસાદ પડયો છે તો સારા વરસાદ ને લઈ ને ધરતી પુત્રો મા પણ ખુશી જોવા મળી રહી છે અને પ્રાંતિજ સહિત તાલુકા મા આવેલ નંદી નાળા તળાવ મા વરસાદી પાણી ભરાતા નગરજનો અને ગ્રામજનો મા ખુશી જોવા મળી રહી છે
જીલ રાવલ પ્રાંતિજ