આસામની સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP)એ સોમવારે રાજ્યસભાની 2 સીટો ચૂંટણી લડ્યા વિના જ જીતી લીધી હતી. સોમવારે નામાંકન પરત લેવાની છેલ્લી તારીખ હતી, જ્યારે રાજ્યમાં થનારી રાજ્યસભાની પેટા ચૂંટણી માટે ભાજપ તરફથી માત્ર 2 જ ઉમેદવાર મેદાનમાં હતા એટલે એ બંને ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ ગયા હતા. જે 2 નેતાઓની ચૂંટણી રાજ્યસભાના સાંસદના રૂપમાં થઈ છે, તેમાં એક રામેશ્વર તેલી છે, જ્યારે બીજું નામ મિશન રંજન દાસ છે.
આ બંને નેતાઓએ ગયા અઠવાડિયે પોતાનું નામાંકન દાખલ કર્યું હતું. સોમવારે નામાંકન પરત લેવાની તારીખ પૂર્ણ થયા બાદ રિટર્નિંગ અધિકારી રાજીબ ભટ્ટાચાર્યએ બંનેને બિનહરીફ ચૂંટાયા હોવાનું પ્રમાણપત્ર આપી દીધું હતું. જો કે, નામાંકન પરત લેવાના છેલ્લા દિવસે જ 2 ઉમેદવાર મેદાનમાં રહ્યા હતા, એટલે રામેશ્વર તેલી અને મિશન રંજન દાસ બંનેને બિનહરીફ જાહેર કરી દેવામાં આવ્યા અને તેમને પ્રમાણપત્ર સોંપી દેવામાં આવ્યા હતા.
3 સપ્ટેમ્બરે 9 રાજ્યોની 12 રાજ્યસભાની સીટો માટે થનારી ચૂંટણી માટે નામાંકન પરત લેવાની છેલ્લી તારીખ 26 ઑગસ્ટ (સોમવાર) હતી. પૂર્વ કેન્દ્રીય મંત્રી રામેશ્વર તેલી અને ઉત્તરી કરીમગંજથી 4 વખતના ધારાસભ્ય રહેલા મિશન રંજન દાસે 21 ઑગસ્ટે નામાંકન દાખલ કર્યું હતું. રાજ્યની બંને રાજ્યસભા સીટો પૂર્વ કેન્દ્રીય મંત્રી સર્બાનન્દ સોનોવાલના ડીબ્રૂગઢ સીટથી અને કામાખ્યા પ્રસાદ તાસા કાજીરંગા સીટથી લોકસભાની ચૂંટણી જીત્યા બાદ ખાલી થઈ હતી.
પહેલા જ બંને સીટો પર ભાજપના સાંસદ હતા, પછી બંને સીટો ભાજપના જ ખાતામાં આવી છે. સોનોવાલે ડીબ્રૂગઢથી આસામ જાતીય પરિષદના અધ્યક્ષ લુરિનજ્યોતિ ગોગોઈને 2,79,321 માતાના અંતરથી હરાવ્યા હતા, જે INDIA ગઠબંધનના ઉમેદવાર હતા. તાસા જૂન 2019માં રાજ્યસભા માટે ચૂંટાયા હતા. લોકસભાની ચૂંટણીમાં કાજીરંગા સીટથી ચૂંટણી લડી અને કોંગ્રેસ ઉમેદવાર રોજલિના તિર્કીને 2,48,947 મતોથી હરાવ્યા હતા.