fbpx

શું ભારતમાં બેન થશે ટેલિગ્રામ? તપાસ એજન્સીઓની રડાર પર કંપની, જાણો શું છે આરોપ

Spread the love

પોપ્યુલર મેસેજિંગ એપ ટેલિગ્રામની મુશ્કેલીઓ વધવાની છે. ભારત સરકાર ક્રિમિનલ એક્ટિવિટીઝને લઈને ટેલિગ્રામની તપાસ કરી રહી છે. તેમાં બળજબરીપૂર્વક વસૂલી અને જુગાર જેવા કેસ સામેલ છે. એક સરકારી અધિકારીએ જણાવ્યું કે, તપાસના પરિણામોમાં જો આ બાબતોની પુષ્ટિ થાય છે તો સરકાર આ મેસેજિંગ એપ પર બેન લગાવી શકે છે. 24 ઑગસ્ટે પેરિસમાં કંપનીના 39 વર્ષીય ફાઉન્ડર અને CEO પોવેલ ડુરોવની ધરપકડ બાદ આ મામલો સામે આવ્યો છે. એપની મોડેરેશન પોલિસીને લઈને તેમની ધરપકડ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ તેમને એપ પર ક્રિમિનલ એક્ટિવિટીઝને રોકવામાં નિષ્ફળ રહેવા પર કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

ટેલિગ્રામ પર લાગી શકે છે બેન:

સરકારી અધિકારીએ નામ પ્રકાશિત ન કરવાની શરત પર જણાવ્યું કે, ઇન્ડિયન સાઇબર ક્રાઇમ કો-ઓર્ડિનેશન સેન્ટર અને મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (MeitY), ટેલિગ્રામ પર P2P કમ્યુનિકેશનની તપાસ કરી રહ્યા છે. ગૃહ મંત્રાલય અને MeitY તરફથી કરવામાં આવી રહેલી તપાસમાં બળજબરીપૂર્વક વસૂલી અને જુગાર જેવી ક્રિમિનલ એક્ટિવિટી પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. અધિકારીએ આ સંભાવનાથી ઇનકાર ન કર્યો કે આ પ્લેટફોર્મને બ્લોક કરવામાં આવશે. તેમણે કહ્યું કે, તપાસમાં જે પણ સામે આવશે, તેના આધાર પર નિર્ણય લેવામાં આવશે.

ભારતમાં ટેલિગ્રામમાં 50 લાખ રજિસ્ટર્ડ યુઝર્સ છે છે. મની કંટ્રોલે આ બાબતે ટેલિગ્રામ પાસે જાણકારી માગી છે. તો ટેલિગ્રામે પોતાના CEOની ધરપકડ બાદ એક નિવેદન જાહેર કર્યું હતું. ટેલિગ્રામે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તેમના મુખ્ય કાર્યકારી અધિકારી પાવેલ ડુરોવ પાસે છુપાવવા માટે કંઇ નથી. ટેલિગ્રામ ડિજિટલ સર્વિસિસ અધિનિયમ સહિત યુરોપીય સંધના કાયદાઓનું પાલન કરે છે. ટેલિગ્રામનું મોડરેશન ઇન્ડસ્ટ્રીના સ્ટાન્ડર્ડ મુજબ છે, પાવેલ ડુરોવ પાસે છુપાવવા માટે કંઇ નથી, તેઓ મોટાભાગે યુરોપનો પ્રવાસ કરે છે. છે એ દાવો વાહિયાત છે કે કોઇ પ્લેટફોર્મ કે તેનો માલિક એ પ્લેટફોર્મના દુરુપયોગ માટે જવાબદાર છે.

error: Content is protected !!