fbpx

મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજની 35 ફુટ ઉંચી પ્રતિમા તુટી પડી

Spread the love

મહારાષ્ટ્રના સિંધદુર્ગમાં 8 મહિના પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે 35 ફુટ ઇંચ ઉંચી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું તે પ્રતિમા સોમવારે બપોરે અચાનક તુટી પડતા મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આ ઘટના બનવાના કારણે વિપક્ષોએ મોટો ઇશ્યુ બનાવ્યો છે.

ભારતીય નૌસેનાએ માલવણના તારકર્લી બીચ પર આવેલા રાજકોટ કિલ્લા સંકુલમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ડિઝાઇન કરી હતી અને 4 ડિસેમ્બર 2023ના નૌસેના દિવસ પર અનાવરણ કરવામાં આવ્યું હતું.

પ્રતિમા બનાવનાર આર્ટિસ્ટી ફર્મના માલિક જયદીપ આપ્ટે અને ચેતન પાટીલ સામે FIR નોંધવામાં આવી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યુ કે, 45 કિ.મીની ઝડપે પવન ફુંકાવવાને કારણે પ્રતિમા તુટી પડી હતી.

error: Content is protected !!