પ્રાંતિજ નગર પાલિકા કચેરી ગોકુલ કચેરી બની
– પ્રાંતિજ પાલિકા કચેરી મા ગાયો મહેમાન બની
– ગાયોએ પાલિકા કચેરીમા અડીંગો જમાવ્યો છતાંય પાલિકા લાચાર
– પ્રાંતિજ પાલિકા કચેરીમા ગાયો આરામ ફરમાવતા જોવા મળી
– અનેકવાર શહેરીજનોની રજૂઆત બાદ પણ પાલિકા કુંભકર્ણ નિંદ્રા મા
સાબરકાંઠા જિલ્લાની પ્રાંતિજ નગરપાલિકા કચેરી ગોકુલ કચેરી બની નગરપાલિકા કચેરીમા ગાયો આરામ ફરમાવતા જોવા મળી
પ્રાંતિજ મા રખડતી ગાયો નો ત્રાસ હોય શહેરીજનોએ અનેકવાર રજુઆતોબાદ પણ પ્રાંતિજ પાલિકા દ્રારા કોઇ કાર્યવાહી ના કરતા ગાયો આજે પ્રાંતિજ પાલિકા કચેરીમા જ આરામ ફરમાવતી જોવા મળી હતી અને પ્રાંતિજ નગરપાલિકા કચેરી જાણે ગોકુલ કચેરી બની હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા હતા અને ગાયો પાલિકા કચેરી મા બેસી રહેતા જયા જુવો ત્યા ગાયોએ પોદલા પોદલા પાડયા હતા અને તેને લઈ ને દુર્ગંધ મારતી જોવા મળી હતી તો નગરમા ગાયોએ એનક લોકોને અડફેટે લીધા અને જાહેર માર્ગો રોડ રસ્તા ઉપર અડીંગો જમાવી ને બેસી જતા અનેકવાર નગરજનોની રજુઆત બાદ પણ પ્રાંતિજ પાલિકા દ્રારા કોઈ જ કાર્યવાહી ના કરતા ગાયોએ રોડ-રસ્સા , મહેલ્લાઓ , દુકાનો આગળ બેસવાને બદલે પ્રાંતિજ નગરપાલિકા કચેરી ઓફિસ ખાતે અડીંગો જમાવી ને બેઠલ જોવા મળી હતી અને તે દશ્યો ઉપર થી આંકી શકાય કે પ્રાંતિજ નગર પાલિકા પાલિકા કચેરી માંથી રખડતી ગાયોને હટાવી ના શક્તિ હોય તો શુ પ્રાંતિજ નગરપાલિકા પ્રાંતિજ નગર માંથી શુ રખડતી ગાયોને શુ હટાવશે એ એતો પાલિકા કચેરી મા બેઠેલ ગાયોના આ દ્રશ્યો ઉપર થી જ આંકી શકાય છે
જીલ રાવલ પ્રાંતિજ