fbpx

પ્રાંતિજ ના રાસલોડ તથા જુના બાકરપુર ના ગ્રામજનો રાત્રીના વિજકચેરી ખાતે દોડી આવ્યા

Spread the love

પ્રાંતિજ ના રાસલોડ તથા જુના બાકરપુર ના ગ્રામજનો રાત્રીના વિજકચેરી ખાતે દોડી આવ્યા
– બે ગ્રામોના લોકો વિજ પ્રવાહ બંધ હોય વિજ કચેરી ખાતે દોડી ગયા
– કચેરી ખાતે કોઇ અધિકારી જોવા ના મલતા અને કચેરી ખાતે તાળુ લટકતુ જોવા મલ્યુ
– અધિકારીઓ ના મળતા ગ્રામજનો નો ગુસ્સો સાતમા આસમાને પોહચ્યો
– ગામજનો ના મોબાઈલ ફોનની બેટરી પણ ઉતરી ગઈ હતી
         


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના રાસલોડ તથા જુના બાકરપુર ખાતે વીજપ્રવાહ બંધ હોય ગ્રામજનો રાત્રીના વિજ કચેરી ખાતે દોડી આવ્યા હતા


   
પ્રાંતિજ ના રાસલોડ તથા જુના બાકરપુર ખાતે છેલ્લા ૧૪ કલાક થી વિજ પ્રવાહ બંધ હોય બન્ને ગામોના લોકો રાત્રીના અગિયાર કલાકે વિજ કચેરી ખાતે દોડી આવ્યા હતા પણ વિજ કચેરી ખાતે વિજ કચેરીએ ખંભાતયુ તાળુ લટકતુ હોય ગ્રામજનો નો ગુસ્સો સાતમા આસમાને પોહચ્યો હતો તો વિજ કચેરીના મહિલા એન્જીનીયર ને રાત્રીના ફોન કરતા તેવોએ ફોન ઉપાડ્યો પણ નહતો ત્યારે સોમવાર ની રાત્રીના અગિયાર વાગ્યા થી મંગળવાર ના રાત્રીના અગિયાર વાગ્યા સુધી પણ વિજ પ્રવાહ ચાલુના થતા ગ્રામજનો મા વીજ કંપની સામે રોષ જોવા મલ્યો હતો અને બીજ પ્રવાહ ના હોય ગ્રામજનો તથા પશુઓને પીવાના પાણી સહિત ની સમસ્યાઓ સર્જાઇ હતી તો ગ્રામમા વિજ પ્રવાહ બંધ રહેતા લોકોના મોબાઈલ ફોન ની બેટરી પણ ઉતરી ગઈ હતી અને મોબાઈલ ફોન બંધ થઈ ગયા હતા તો પ્રાંતિજ વિજ કચેરી ખાતે સાંભળવાવાળુ કોઇ ના હોય ગ્રામજનો વિલા મોઢે પરત ફર્યા હતા જયારે ભારે પવન ના કારણે વિજ પુરવઠો ખોરવાય તો તાત્કાલિક વીજપુરવઠો પૂર્વવત કરવાની ચુચનાઓ છતાંય વિજ કેચરી ના અધિકારીઓ ઉગતા ઝડપ્યા તો હવામાન વિભાગ નુ હાઇ એલર્ટ -રેડ એલર્ટ અને જિલ્લા કલેક્ટર ની અધિકારીઓને હેડ કવાર્ટર ના છોડવાની સૂચનાઓ હોવાછતાંય પ્રાંતિજ વિજ કચેરી મા કોઇ અધિકારી જોવા ના મલ્યા કચેરી ખાતે તાંળુ લટકતુ જોવા મલ્યુ હતુ ત્યારે જિલ્લા કલેક્ટર ડિઝાસ્ટર દ્રારા આવી કચેરીઓ તથા અધિકારીઓ ઉપર એક્શન લેવામા આવશે કે પછી કાગળ ઉપર સૂચનાઓ રહેશે તે તો હવે જોવુ રહ્યુ ત્યારે હાલતો વિજ પ્રવાહ ના મળતા રાસલોડ સરપંચ સહિત ગ્રામજનો વિજ કચેરી ખાતે દોડી આવ્યા હતા પણ કચેરી ખાતે કોઇ ના મળતા પરત ફર્યા હતા

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!