fbpx

પ્રાંતિજના ટુડોર પાસેથી એક અજાવ્યા યુવાનની લાશ મળી

Spread the love

પ્રાંતિજના ટુડોર પાસેથી એક અજાવ્યા યુવાનની લાશ મળી

– પ્રાંતિજ-સાદોલીયા રોડ ઉપર થી મૃત હાલતમા લાશ મળી

– દુર્ગંધ મારતા ઝાડીમા  લાશ જેવુ દેખાતા લોકોએ પ્રાંતિજ પોલીસને જાણ કરી હતી

– અંદાજે ૪૦ વર્ષના  અંજાવ્યા યુવાનની દુર્ગંધ મારતી લાશ

– પ્રાંતિજ પોલીસ ધટના સ્થળે દોડી જઇ આગળની તપાસ હાથ ધરી
           

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના સાદોલીયા રોડ ઉપર આવેલ ટુડોર પાછળ થી એક અજાણ્યા યુવાન ની દુર્ગંધ મારતી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી


   પ્રાંતિજ ના સાદોલીયા ઉપર આવેલ ટુડોર ચોકડી ટુડોર ફેક્ટરી ના પાછળના ભાગે સાદોલીયા રોડ ઉપર આવેલ અવારૂ ઝાડીઓમાથી બે થી ત્રણ દિવસ પહેલા ની દુર્ગંધ મારતી કોહવાઈ ગયેલ હાલતમા અંદાજે ૪૦ વર્ષ ના અજાણ્યા યુવાન ની લાશ મળી હતી અને દુર્ગંધ મારતા આવતા જતા લોકોએ જાડી મા તપાસ કરતા લાશ જેવુ દેખાતા પ્રાંતિજ પોલીસ ને જાણ કરી હતી તો પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.આર.દેસાઇ તથા પોલીસ સ્ટાફ ધટના સ્થળે દોડી આવ્યો હતો અને પ્રાથમિક તપાસ મા બે થી ત્રણ દિવસ પહેલા મૃત્યુ થયુ હોય તેવુ લાગી રહ્યુ હતુ અને મૃતક ની લાશ ને પ્રાંતિજ સિવિલ ખાતે પીએમ અર્થે મોકલી આપી હતી અને મૃતક ના પરિવાર સહિત મૃતક કોન છે તે દિશા મા તપાસ હાથ ધરી હતી

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!